Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 257
________________ નિર્દેશ કર્યો નથી. પરંતુ વિ.સં. ૧૭૧૪થી વિ. સં. ૧૭૨૮ સુધીના સમયગાળામાં એમણે આ ફાગુકાવ્યની રચના કરી હોવાનો સંભવ છે. છંદ અને ફાગની દેશીમાં વારાફરતી લખાયેલી એવી પ૩ કડીના આ ફાગુકાવ્યમાં આરંભની પ્રથમ કડીમાં સરસ્વતી દેવીની સ્તુતિથી કવિએ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન માટેની ઝંખના અને દર્શન થતાં પોતે અનુભવેલી ધન્યતાનું પ્રભુ આગળ નિવેદન કર્યું છે. પછી કવિએ સામ્રાજ્ય પ્રવર્તે છે તે દર્શાવ્યું છે. કવિ આત્મનિવેદન કરતાં કહે છે : એવા દિન તુઝ સેવના, દેવનાદિ નવ કદ્ધ; કેવલ આસથી પ્યાસથી મોહસુરા મઈ પીદ્ધ. મોહરાયા મહારંભ ખામી, પ્રીતની મોહમાયા નીસાણી: મોહમાયા વસિ વિશ્વ પડીઓ, નેહના તંતુ જગજંતુ જડિઓ. મોહ અને માયાની અસર જગતના જીવો ઉપર કેટલી બધી પ્રબળ છે તે બતાવીને એના સમર્થનરૂપે ચક્રવર્તીઓ, દેવો પણ મોહ આગળ કેવા લાચાર બની જાય છે તે જણાવ્યું છે. નારીની આસક્તિથી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા પણ પતિત થયા હતા તેનાં ઉદાહરણો આપતાં કવિ કહે છે : નગન નચાવ્યો હો શંકર કિંકર પરિ ગિરિબાલ, ઉપરિ અવર ધરી શિર, સુરસરિતા અસરાલ. વિષ્ણુ તણી જે લીલા તે સવિ જાણઈ લોગ, બ્રહ્માનઈ નિજ પુત્રી સાવિત્રીસ્યુ ભોગ. રામ, નળ રાજા વગેરેનાં ઉદાહરણો આપીને તથા નંદિષેણ, આષાઢાચાર્ય, મરુદેવી, રાજુલ વગેરેના જીવનમાં મોહે કેવો ભાગ ભજવ્યો હતો તે થોડા શબ્દોમાં જણાવીને કવિએ કહ્યું છે કે ઠેઠ અગિયારમાં ગુણસ્થાનકેથી જીવને મોહ નીચો પાડે રાગઈ ઓર અથાગઈ, ભાગઈ શીલની લીહ; એકાદશ ગુણઠાણઈ ટાણઈ મોહની બીહ. મોહનું સામ્રાજય અને નારીનાં પ્રલોભનો, પ્રપંચો પુરુષને કેવી રીતે વશ કરે છે તે ભિન્ન ભિન્ન રીતે કવિ દર્શાવે છે અને ફરી પાર્શ્વનાથ ભગવાનને વિનંતી કરે છે દેવ દયા કર ઠાકર, ચાકર નિજરિ નિહાલિ; દુષટાલક જગપાલગ, નિજ બાલક પ્રતિપાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278