Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 256
________________ પ્રભુની દીક્ષા, તપથી સાધના કેવળજ્ઞાન પ્રાપ્તિ, પર્ષદામાં ઉપદેશ, નિર્વાણ વગેરે પ્રસંગોનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. એમની કાવ્ય પંક્તિઓમાં યમક, અન્યાનુપ્રાસનો પ્રયોગની સાથે ઉપમા, ઉભેક્ષા દ્વારા ઋષભદેવનું શબ્દ ચિત્ર કવિત્વ શક્તિનો પરિચય કરાવે છે. શૃંગારમાંથી વૈરાગ્યભાવ - શાંતરસમાં પરિણમવુંએ જૈન સાહિત્યની ઘણી કૃતિઓમાં જોવા મળે છે તેમાં સાંપ્રદાયિક પ્રભાવ છે એટલે આત્માના શાશ્વત સુખનો આનંદ ભૌતિક શૃંગારના આનંદની તુલનામાં તૃણવત્ છે તેનો ત્યાગ કરીને શાશ્વત સુખ મેળવવાનો ઉપનય દર્શાવ્યો છે. . ઉદયવિજયકૃત પાર્શ્વનાથ રાજગીતા' વિક્રમના અઢારમા શતકના ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજીએ ‘પાર્શ્વનાથ રાજગીતા’ નામનું ફાગુકાવ્ય લખ્યું છે. (આ ફાકાવ્ય “પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયું છે.) ઉદયવિજય નામના સાતથી વધુ કવિ મધ્યકાલમાં થઈ ગયા. જૈન સાધુ કવિઓની ઓળખ એમની ગુરુપરંપરાથી સરળ બને છે. આ કૃતિને અંતે એમણે પોતાનો પરિચય આપતાં લખ્યું છે: શ્રી વિજયદેવ તપગછરાજા, શ્રી વિજયસિંહ ગુરુ વડ દવાજા; વાચક ઉદયવિજય પ્રણીતા, પાસ જિનવર તણી રાજગીતા. આ અંતિમ કડીમાં એમણે જણાવ્યું છે તે પ્રમાણે તપગચ્છના શ્રી વિજયદેવસૂરિના શિષ્ય તે શ્રી વિજયસિંહસૂરિ અને એમના શિષ્ય તે વાચક ઉદયવિજય. કવિએ પોતાને ‘વાચક' તરીકે ઓળખાવ્યા છે એટલે એમને ‘વાચક'ની પદવી મળી તે પછી આ રચના થઈ છે. શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી ઉદયવિજય ઉપાધ્યાયે “સમુદ્રકલશ સંવાદ' (વિ.સં. ૧૭૧૪), તથા “શ્રીપાલ રાસ' (વિ. સં. ૧૭૨૮) નામની કૃતિઓની રચના કરી છે કે જેમાં એમણે એની રચનાતાલ પણ જણાવી છે. આ ઉપરાંત એમણે “રોહિણી તપ રાસ”, “મંગલકલશ રાસ”, “ઉત્તરાધ્યયન છત્રીસ સઝાય”, “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન', “વીસ વિહરમાન જિનગીત' વગેરે કૃતિઓની રચના કરી છે. આ પરથી જણાય છે કે ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજી સિદ્ધહસ્ત કવિ છે. શ્રી ઉદયવિજયજીએ આ ફાગુકાવ્યમાં એની રચનાતાલનો કે રચનાસ્થળનો |૨૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278