Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 258
________________ પ્રભુની કૃપા થતાં પોતાનાં દુઃખ દૂર થાય છે. કવિ હવે પ્રભુને ‘બોધિજ્ઞાન’ આપવા માટે પ્રાર્થે છે. હવઈ પ્રભુ સાર સંભાલ કીજઈ, સુખ નિરાબાધ વલી બોધિ દીજઈ, જ્ઞાનનો મહિમા કેટલો બધો છે તે દર્શાવવા અને પોતાના હર્ષને વ્યક્ત કરતાં કવિ લખે છે : મેહથી મોર યુ મોહ માચ મુઝ મિન તુઝ થકી રંગિ રાચઈ, માનુ હવઈ મુઝ તું સહી તૂઠો, માહરઈ અંગ આનંદ ઊઠો, ફરીથી કવિ જ્ઞાનનો મહિમા, ભરતેશ્વરને થયેલા કેવળજ્ઞાનનું દૃષ્ટાન્ત આપીને સમજાવે છે અને આ ફાગુકાવ્ય ગાવાની ફલશ્રુતિ કહી, પોતાના ગુરુભગવંતોના નામનિર્દેશ સાથે કાવ્ય પૂર્ણ કરે છે. આમ, આ ફાગુકાવ્યમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ અને ના૨ીવિમુખ થઈ, મોહ ત્યજી જ્ઞાનની ઉપાસના કરવાની ભલામણ છે. કવિનો ઉદેશ જ એ પ્રકારનો રહ્યો છે. ફાગુબંધમાં રચના છે એ દૃષ્ટિએ એની ફાગુકાવ્યમાં ગણના કરાય છે. એમાં નારીનિરૂપણ છે, પણ તે ભાવકને એનાથી અને શૃંગારરસથી વિમુખ કરવા માટે છે. મધ્યકાલમાં આ પ્રકારનાં બીજા અંતિમ છેડાના ફાગુ-કાવ્યો પણ સપ્રયોજન લખાયાં છે. Jain Education International કવિ ઉદયવિજયકૃત આ ‘પાર્શ્વનાથ રાજગીતા’નું વૃદ્ધિવિજયકૃત ‘જ્ઞાનગીતા’ સાથે ઘણું સામ્ય છે, જાણે કે એકે બીજાની નકલ ન કરી હોય ! બંને સમકાલીન હતા અને વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. બંને શ્રી વિજયદેવસૂરિના પ્રશિષ્ય હતા. બંનેએ પોતાના કાવ્ય માટે ‘ગીતા’ શબ્દ પ્રયોજ્યો છે. બંનેએ છંદ અને ફાગમાં વારાફરતી કડીઓની રચના કરી છે. એ કડીઓનો સંખ્યાંક પણ પચાસની ઉપરનો છે. બંનેમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનથી અનુભવેલી ધન્યતા આરંભમાં દસેક કડીમાં વર્ણવાઈ છે. બંનેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં દૃષ્ટાન્તો છે. બંનેએ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોની વાત કરી છે. બંનેમાં મોહ ઉપર વિજય મેળવવા માટે જ્ઞાનનો મહિમા બતાવ્યો છે. આવું ઘણું બધું સામ્ય બંને કાવ્યોમાં છે. રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગુ’ની કોટિએ આ બંને કાવ્યોની રચના જણાય છે. બંનેમાં છંદની હથોટી, ભાષાપ્રભુત્વ અને લયબદ્ધતા તથા વર્જ્ય વિષયની વિશદ અને વ્યવસ્થિત રજૂઆત ધ્યાનાર્હ છે. For Private & Personal Use Only ૨૫૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278