Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 244
________________ સરણ કર્યઉ મિ તાહર, વાલિભ દિવસ નિવારી; ભાણા ખડખડિ દોહિલી, જોવન દિવસ બિચ્ચારી. ઉપાધ્યાય યશોવિજયજીએ પદ્મપ્રભુના સ્તવનમાં આ રૂઢ પ્રયોગ વાપરતાં લખ્યું છે: હવે ભાણાખડખડ કુણ ખમે, શિવમોદક પ્રિસી રસાળ રે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીકૃત “નેમિનાથ ભ્રમરગીતા' આપણા ફાગુસાહિત્યની એક ગણનાપાત્ર કૃતિ છે. ભ્રમર શબ્દ રસિકતા, વિવિધતા અને અસ્થિરતાનું પ્રતીક છે. માનવ મનને ભ્રમરનું રૂપક આપીને કવિઓએ અને દાર્શનિકોએ કથાને કાવ્યોનું સર્જન કર્યું છે. આ શબ્દ પ્રયોગ અન્યોકિત કે ઉપાલંભરૂપે પણ ગણાય છે. ભ્રમર ગીતા શબ્દ પ્રયોગ પાછળનું અર્થઘટન એવું છે કે શ્રી કૃષ્ણ નેમનાથના પિતરાઈ ભાઈ હતા. ગોપીઓની વિરહ વ્યથા ભ્રમર આગળ વ્યક્ત કરવામાં આવતી હતી એટલે ભ્રમર ગીતા શબ્દ પ્રયોગ જૈનેતર કૃતિઓમાં થયો છે. કવિએ મુખ્યત્વે તો તેમનાથના જીવન કાર્યને નિરૂપણ કર્યું છે. તેમ તેમાંથી પ્રત્યક્ષ રીતે કોઈ તાત્વિક વિચાર પામી શકાતો નથી પણ નેમનાથના જીવનમાં જે બન્યું તેની પાછળ નવભવની પ્રીતનો સંબંધ કર્મવાદ અને કર્મખપી જવામાં કંઈક ઉણપ હોવાથી વિવાહ સુધી પહોંચ્યા અને અંતે મોહનીય કર્મના દળીયાનું આવરણ દૂર થતાં સંયમ પંથે પ્રયાણ કરવા ગઢ ગિરનાર પહોંચી ગયા. રાજિમતીએ પણ સંયમનો માર્ગ સ્વીકાર્યો. અવિચળ પદ પાવે તિહાં દંપતી જાદવ કુળ શણગાર જ્ઞાન વિમલ મન મોહન સારંગ રસિક શીવા દે મલ્હાર રાજુલ તેરો પશુઆ કરત પુકાર કવિ જ્ઞાનવિમલસૂરિની આ કડીનો અર્થ સરળ છે. એ નેમનાથ અને રાજિમતિએ આત્માની સંપત્તિ પ્રાપ્ત કરી આત્મસિદ્ધિ કરવાના શાસ્ત્રીય માર્ગનો આ એક આદરવા લાયક માર્ગ ભ્રમર ગીતામાંથી ઉપલબ્ધ થાય છે. આ ગીતામાં પણ બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ થયો છે. ૪. યશોવિજયજીકૃત “જંબુસ્વામી બ્રહ્મગીતા” અધ્યાત્મસાર’, ‘જ્ઞાનસાર” જેવા તત્ત્વજ્ઞાન વિષયક સંસ્કૃત ગ્રંથોના રચયિતા, ‘જંબુસ્વામી રાસ', ‘દ્રવ્યગુણ-પર્યાયનો રાસ' તથા સ્તવનચોવીસીઓ, સઝાયો તથા બીજા અનેક ગ્રંથોના રચનાર, ન્યાયાચાર્ય, ન્યાયાંભોનિધિ, ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી વિક્રમના અઢારમા શતકની એક મહાન વિભૂતિ હતા. એમનાં અનેક ૨૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278