Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 243
________________ સાસરે જઈ સાસુ-સસરાની સેવા કરવાના પોતાના કોડ અધૂરા રહી ગયા એનું દુઃખ પણ વ્યક્ત કરે છે. અહીં કવિએ ભારતીય નારીભાવનાનું આરોપણ કરેલું જોઈ શકાય છે. રાજુલની ઉક્તિ છે : જાણું હતું જઈ પૂરિસ્યુ, સાસડિ સુખવાસ; સાસૂનિ પાયે લાગિસૢ, સસરોજી પૂરસ્યઈ આસ. હું જાણું ઈમ નાહલુ જાસ્યઈ દેઈ છેહ; વય૨ વસાયું કે કીધું નિસ ને હાસુ નેહ. આટલું પ્રસંગનિરૂપણ કવિએ સવિગત કર્યું છે. પછીથી એક જ કડીમાં બાકીની કથા એમણે સમેટી લીધી છે. લગ્ન કર્યા વિના પાછા ફરેલા નેમિનાથ ત્યાગવૈરાગ્યના માર્ગે ગયા. એથી સાંસારિક રીતે એમણે રાજિમતીને દુ:ખી કરી, પરંતુ પોતે દીધેલા દુ:ખનું એમણે ઘણું સારું સાટું વાળી દીધું. એમના ઉપદેશથી રાજિમતી પણ ત્યાગવૈરાગ્યના માર્ગે વળી અને દીક્ષિત થઈ સંયમી સાધ્વી બની. પોતાનાં વ્રતોનું એ નિરતિચાર પાલન કરવા લાગી. એણે મોક્ષમાર્ગની એવી ઉગ્ર સાધના કરી કે એ જ ભવમાં તે પણ કેવળજ્ઞાન પામી અને એણે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. આ રીતે કાવ્યનું પર્યવસાન ઉપશમ દ્વારા શાંત રસમાં થાય છે. અંતિમ બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કરી તથા કૃતિની રચનાસાલ જણાવી ફાગુકાવ્ય પૂર્ણ કરે છે. ફાગુકાવ્ય અને ભ્રમરગીતાની વચ્ચે ઉંબરા પર ઊભેલી આ કૃતિમાં વસંતવર્ણન, વનક્રીડા ઇત્યાદિનું વર્ણન નથી. મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર રસનું નિરૂપણ એમાં છે. નેમિનાથના શબ્દચિત્ર કરતાં રાજિમતીના દેહલાવણ્યનું અને ભગ્ન હૃદયની સંવેદનાનું આલેખન વધુ સજીવ બન્યું છે. આરંભમાં દૂહાની ત્રણ કડી પ્રાસ્તાવિક રીતે આપી પછી બે કડી ફાગની અને એક કડી છંદની એમ વારાફરતી કડીઓ પ્રયોજી કવિએ કાવ્યને વિશિષ્ટ ઘાટ આપ્યો છે. કેટલુંક નિરૂપણ પરંપરાનુસા૨ થયું હોવા છતાં કવિની મૌલિકતાનો પરિચય કાવ્યમાંથી સાંપડી રહે છે. કવિની અનુપ્રાસયુક્ત રચનામાં શબ્દૌચિત્ય રહેલું છે. પ્રાચીન પૌરાણિક કથાપ્રસંગના નિરૂપણમાં ક્યાંક મધ્યકાલીન લોકજીવન પ્રતિબિંબિત થયેલું જણાય છે. કવિએ પોતાના સમયમાં ઉત્સુક્તા અને વિલંબની અસહ્યતાનો ભાવ દર્શાવવા માટે રૂઢ પ્રયોગ તરીકે વપરાતો શબ્દ ‘ભાણાખડખડ' આ કાવ્યમાં પ્રયોજયો છે તે નોંધનીય છે. જમણવારમાં પીરસવામાં વાર લાગતી હોય ત્યારે ખાલી થાળીવાટકાનો ખડખડ અવાજ સહન નથી થતો. રાજિમતી નેમિકુમારને સંબોધે છે. ૨૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278