Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 247
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પ્રથમ પંકિતના કવિ છે એટલે આવી લઘુકૃતિની રચના કરવી એ તો એમને મન સહજ વાત છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકારો તથા રૂપકાદિ અર્થાલંકારોથી સુશોભિત એમની વાણી સઘન અને તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે. છેલ્લી ૨૭ અને ૨૮મી કડીમાં પણ એમણે જ્ઞાન અને ક્રિયા તથા વિવિધ પ્રકારના યોગનો નિર્દેશ કરી લીધો છે. ઈ.સ. ૧૭૩૮માં ખંભાતમાં આ રચના જંબુસ્વામીએ કર્યા પછી વિ. સં. ૧૭૩૯માં એમણે “જંબુસ્વામી રાસની રચના ખંભાતમાં જ કરી હતી. એટલે આ બ્રહ્મગીતા સુદીર્ઘ રાસકૃતિની પ્રેરક બની હોય એવો પૂરો સંભવ છે. - યશોવિજયજી ઉપાધ્યાયજીની સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓ જ્ઞાનોપાસના અને રત્નત્રયીની આરાધનામાં પોષક અને પૂરક બને છે. જૈન સાહિત્યના ઈતિહાસમાં જંબુસ્વામીનું જીવન રાગમાંથી ત્યાગના શાશ્વતમાર્ગ તરફ પ્રયાણ કરવાના પ્રચંડ પુરૂષાર્થનું અનુકરણીય અનુમોદનીય અને અજબગજબનું પ્રભાવોત્પાદક ગણાય છે. જંબુસ્વામીએ સ્વયે દીક્ષા લીધી પણ સાથે પોતાની આઠ સ્ત્રીઓ અને માતાપિતા અને ૫૦૦ ચોર એમ પ૨૭ જણે એક સાથે દીક્ષા લીધી હતી. અખંડ બાલબ્રહ્મચારી. અતુલ વૈભવ વિલાસ હોવા છતાં તેનો ભવ્યત્યાગ કરનાર, નિરાસક્તને વૈરાગ્ય વાસિત હોવા છતાં માતાપિતાના આગ્રહને વશ થઈને આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. લગ્ન પછીની પ્રથમ રાત્રિએ જંબુકમારે આઠે સ્ત્રીઓને જિનવાણી - વચનો દ્વારા ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવના જગાડી લગ્નની પ્રથમ રાત્રિના આ પ્રસંગે પ્રભાવચોરા (ચોરનો સરદાર) જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા આવ્યો હતો. એમના ઉપદેશથી હૃદયપરિવર્તન થયું અને પોતાના સાથી ચોરવૃંદ સાથે દીક્ષા લેવાનો અફર નિર્ણય કર્યો. શ્રી જંબુસ્વામીને રત્નત્રયીની આરાધનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષે સિધાવ્યા. આ કાળચક્રના તેઓશ્રી છેલ્લા કેવળી થયા. અને સુધર્માસ્વામી પછી પૂ. શ્રી જંબુસ્વામી જિનશાસનની ધૂરાના વાહક બન્યા. કવિએ બ્રહ્મગીતા નામ આપ્યું છે. તેનું મુખ્ય કારણ બ્રહ્મચર્યનો મહિમા અહિંસા પરમો ધર્મનું પાલન, વિરતિની આરાધના દ્વારા મુક્તિની પ્રાપ્તિ, મુક્તિનો રાજમાર્ગ સંયમ છે. સંયમ જીવનના પંચ મહાવ્રતમાં ચોથું બ્રહ્મચર્યવ્રત શ્રાવકના બાર વ્રતમાં પણ ચોથા અણુવ્રત તરીકે તેનો ઉલ્લેખ થયો છે. વ્રત શિરોમણિ એ બ્રહ્મચર્ય છે. જૈન દર્શન નહિ પણ અન્ય તમામ દર્શનોને પંથોમાં બ્રહ્મચર્યને પ્રાધાન્ય આપ્યું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ વીર્ય રક્ષા આત્મોન્નતિકારક બને એમ સર્વ સ્વીકૃત મત છે. એટલે બ્રહ્મગીતા ગીતા નામને સાર્થક કરે છે. કવિએ સહેતુક બ્રહ્મગીતા શબ્દ પ્રયોગ કરીને જંબુસ્વામીના ચરિત્રનું દષ્ટાંત આપ્યું છે. ૨૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278