________________
धन्नाणं विहियोगो विहिपखारवो राहगा सया धन्ना । विहिबहुमाना धन्ना विहिपकरव अदूसगा धन्ना ॥ ४ ॥ (पा. २८६ )
વર્ષના જે દિવસો જિનધર્મવડે પસાર થયા તે શ્રેષ્ઠ છે અને મૂર્ખ માણસ તો ૩૬૦ દિવસો ગણે છે. આ માયા રાત્રિ છે. તે મોહની ચેષ્ટા વડે ગાઢ અંધકારવાળી છે. અહીં હે લોકો ? કર્યો છે જ્ઞાનનો પ્રકાશ જેણે એવા તમે નિપુણપણે જાગોને ઓળખી શકાય એવો કાળરૂપી ચોર મનુષ્યોના જીવિત ધનને હરણ કરવા માટે હંમેશાં ત્રણ ભુવનની અંદર ભમે છે.
ઉપરોક્ત શ્લોકોમાં વ્યવહાર શુદ્ધિ સાથે ધર્મબુદ્ધિની કેટલીક માહિતી મળે છે. તેમાંથી પ્રત્યક્ષ રીતે જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું નથી પણ આંતરિક દૃષ્ટિએ વિચારતાં સાચો ધર્મ મનુષ્ય જન્મની દુર્લભતા, અંતરઆત્માની શુધ્ધ, પુણ્યની પ્રબળતા, ધર્મની આરાધના, નમસ્કારનું ફળ વગેરે વિચારોનો પરિચય થાય છે.
આ ગીતા કાવ્ય ચરિત્રાત્મક હોવાની સાથે તેના વિવેચનમાં ધર્મ અને નીતિ પરાયણતાના સંસ્કારોનું સંવર્ધન થાય તેવા વિચાર પ્રેરક સુભાષિતોનો સંદર્ભ ગીતા નામને સાર્થક કરે છે. ગુણાનુરાગની વિચારધારાને મૂર્તિમંત રીતે આલેખન દ્વારા રામચંદ્રજીના આદર્શજીવનનો પરિચય કરાવ્યો છે.
૨. ભટ્ટારક જ્ઞાનભૂષણકૃત ‘ભ્રમરગીતા’
જ્ઞાનભૂષણ નામના ચાર ભટ્ટારક મધ્યકાલમાં થઈ ગયા. ‘તત્ત્વજ્ઞાન તરંગિણી’ના કર્તા ભટ્ટા૨ક જ્ઞાનભૂષણે ‘આદીશ્વર ફાગ'ની રચના કરેલી છે. તેઓ ભુવનકીર્તિના શિષ્ય હતા. તેઓ પદ્મનંદિની પરંપરાના હતા.
વિદ્યાનંદિની પરંપરામાં વીરચંદના શિષ્ય ભટ્ટા૨ક જ્ઞાનભૂષણે વિ. સં. ૧૬૦૪માં ‘ભ્રમરગીતા’ની રચના કરી છે. કૃતિમાં તેમણે એ વિશે સ્પષ્ટ નિર્દેશ કર્યો
છે.
સંવત સોલહ ચાર ઉપર બાનો
કાર્તિક સુદિ પડવા વખાનો;
સારકા પાસાણ સિદ્ધિ સિનામેં
ભ્રમરગીતા કીધો તેહી છાયા.
(આ કૃતિનો ઉલ્લેખ ડૉ. ગોવિંદ રજનીશે પોતાના સંપાદન ‘ફાગુ કૃતિયાં’માં પૃ. ૧૪૯માં કર્યો છે.)
આ ભ્રમર ગીતા વિશે વધુ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.
Jain Education International
For Private & Personal Use Only
૨૩૩
www.jainelibrary.org