Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 240
________________ આવી છે. આ કૃતિને હસ્તપ્રતોમાં ‘ભ્રમરગીત” અથવા “ભ્રમરગીતા સ્તવન' તરીકે ઓળખાવવામાં આવી છે. શ્રી વિનયવિજયજીએ પોતે પણ આરંભમાં આ કૃતિને ભ્રમરગીત તરીકે જ ઓળખાવી છે. મુનિમનપંકજભમરલ, ભવભયભેદણહાર; ભમરગોત ટોડર કરી, પૂજું બંધ મુરારિ. ભ્રમરગીત અથવા ભ્રમરગીતા નામના કાવ્યપ્રકારનાં મૂળ ઠેઠ ભાગવત પુરાણમાં જોવા મળે છે. શ્યામવર્ણવાળા, છ પગવાળા, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર ફરનારા, મકરંદ ચૂસનારા ભ્રમરનું પ્રતીક રસિક અને કવિઓને ગમી જાય એવું છે. સંદેશવાહક તરીકે પણ તે ઉપયોગી છે. વળી ભ્રમર દ્વારા અન્યને ઉપાલંભ અપાય છે. એ રીતે ભ્રમરગીતા અન્યોક્તિના પ્રકારનું કાવ્ય બની શકે છે. ગોપીઓ પોતાની વિરહવ્યથા ભ્રમર આગળ વ્યક્ત કરતી હોવાથી એવા પ્રકારની રચના ભ્રમરગીત કે ભ્રમરગીતા તરીકે ઓળખાય છે. આ રીતે ભ્રમરગીતામાં ઉપાલંભયુક્ત સંદેશ વ્યક્ત કરાય છે. શ્રીકૃષ્ણ શ્યામ છે અને ઉદ્ધવ પણ શ્યામ છે. એમનો શ્યામ વર્ણ ભ્રમરને મળતો છે. એટલે ઉદ્ધવ-ગોપી સંવાદના પ્રકારની રચનાઓ પણ આ વર્ગમાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં બ્રહદેવ, ચતુર્ભુજ, કેશવરામ, વિશ્વનાથ, પ્રેમાનંદ, પુરુષોત્તમ, સુંદરસુત વગેરે કવિઓએ “ભ્રમરગીતા'ના પ્રકારની કૃતિઓની રચના કરી છે. ભ્રમરગીતા, આમ વૈષ્ણવ કવિઓનો વિષય રહ્યો છે. જૈન કવિએ ભ્રમરગીતા લખી હોય એવી આ વિનયવિજયજીની કૃતિ છે, પરંતુ એમાં વિષય વસ્તુતઃ નેમિનાથનો લેવાયો છે. નેમિનાથ ભ્રમરગીતા' નામના આ ફાગુકાવ્યમાં નથી ‘બ્રમરગીતાને ફાગુકાવ્યના પ્રકાર તરીકે ગણાવી શકાય એમ છે, કારણકે એની રચના દૂહા, ફાગ અને છંદની કડીઓમાં કરવામાં આવી છે. એમાં જે રીતે કથાનકના એક ખંડનું, પ્રકૃતિવર્ણન, છંદવૈવિધ્ય ઇત્યાદિ સહિત નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં પંડિત યુગના ખંડકાવ્યની યાદ અપાવે એવું આ કાવ્ય છે. શ્રી વિનયવિજયજીનું આ કાવ્ય વૈષ્ણવ ભક્તિકાવ્ય નથી, પરંતુ જૈન પૌરાણિક કથા-પરંપરા અનુસાર ફાગ-સ્તુતિના પ્રકારનું કાવ્ય છે. જૈન પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણ નેમિનાથના પિતરાઈ ભાઈ હતા. એટલે કવિએ આરંભમાં જ યાદવકુલ અને મુરારિનો સંદર્ભ આપી દીધો છે. “યાદવ કુલ શિણગાર”, “બંધુ મુરારિ', અને “મુનિપદ પંકજ ભમરલ' જેવા શબ્દ પ્રયોજી કવિએ ભ્રમરગીતાની હવા ઊભી કરી છે. ૩૯ કડીના આ ફાગુકાવ્યનો પ્રારંભ કવિએ નેમિનાથ ભગવાનને અને સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કર્યો છે. સમુદ્રવિજય રાજાના પુત્ર નેમિકુમારની ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278