________________
આદિ દુષ્ટ વૃત્તિઓને વારો અને સર્વ આત્માઓને ઈશ રૂપ જાણી સર્વની સાથે આત્મભાવે વર્તો એજ ભાવાર્થ પ્રગટ થાય છે. શરીરરૂપ જગત્ છે અને તેજ દેવલમાં આત્મારૂપ ઈશ્વર છે. જ્યાં જ્યાં શરીરોમાં જીવતા આત્માઓ છે ત્યાં સુધી તેઓને સેવો ! પૂજો ! એવો કંડિકાનો ભાવાર્થ છે. શરીરમાં જીવતા આત્માઓ તેજ સત્તાએ પરમાત્માઓ છે. રજોગુણ, તમોગુણ, સત્ત્વગુણ પ્રકૃતિથી આચ્છાદિત બ્રહ્મરૂપ ઇશ છે તે આત્મા તેજ તમો છો. તત્ત્વમસિનો અર્થ પણ તે છે. તત્ – તે શુધ્ધ બ્રહ્મ તે ત્વ અત્તિ તું છે. મનુષ્યો જીવતા આત્માઓને સેવતા પૂજતા નથી અને તે મર્યા પછી તે આત્માઓના નામે અનેક પ્રતીકોની પૂજા કરે છે તે કથંચિત્ ભક્તિ દૃષ્ટિએ યોગ્ય છે પરંતુ જીવતા આત્માઓ કે જે સત્તાએ પરમાત્માઓ છે તેઓને બ્રહ્મરૂપે જોવા, પૂજવા, તેઓને સાકાર પ્રભુરૂપે જોવા, તેઓને દુઃખ થાય એવી કોઈ મનવાણી કાયાની પ્રવૃત્તિ ન કરવી. કોઈ આત્માનું દેહરૂપ દેવલ ન પાડી દેવું. દેહરૂપ દેવળનો નાશ ન કરવો. દેહરૂપ જગત્નો સદુપયોગ કરવો. સ્વકીય દેહરૂપ દેવલની રક્ષાદિ માટે નીતિસર આજીવિકાદિ પ્રવૃત્તિયો સેવવી. જ્યાં જયાં શરીરધારી આત્માઓ દેખાય તેઓને ઈશરૂપ માની તેઓની સેવા ભકિતમાં ખામી ન રાખવી. દેહ જગમાં રહેલા આત્મારૂપ ઈશની સર્વત્ર બ્રહ્મભાવે સેવા કરવી. રજોગુણાદિમાં તિરોભાવ પામેલા આત્મારૂપ ઈશને જ્ઞાન ધ્યાનના ઉપયોગથી પ્રકટ કરવો. જડ પદાર્થોમાં શ્રેષ્ઠ આત્મરૂપ ઈશ્વર છે માટે કોઈ પણ જડ ધન પદાર્થના લોભે-તૃષ્ણાએ કોઈ પણ આત્માને દુ:ખ થાય એવી પ્રવૃત્તિ ન કરવી, શરીરરૂપ આવાસમાં આત્મારૂપ ઈશ્વર બ્રહ્મ છે, તેને સેવો પૂજો. જડવિશ્વમાં આત્મારૂપ ઇશ વિના કોઈ પણ મહાન્ પરમાનંદરૂપ નથી. દેશ, જાતિ, વર્ણ, શરીર ભેદે અનેક ઉપાધિવાળા આત્માઓને શુદ્ધ ઉપાધિ રહિત આત્મા ઈશરૂપે દેખો. કોઈ પણ આત્માની સાથે રહેલી પ્રકૃતિને આત્મા ન માનો. મન વાણી અને કાયામાં રહેલ આત્માને શુદ્ધ બુદ્ધિથી દેખી અનુભવી શકાય છે. આત્માની આગળ ધનની કંઈ કિંમત નથી. આત્મામાં આનંદ છે પણ ધનમાં આનંદ નથી. ધનથકી થતો આનંદ કલ્પિત છે. પોતાના હૃદયમાં ઈશ્વરનું સ્મરણ કરવું. સર્વે જડવસ્તુ કરતાં આત્મારૂપ ઈશ્વર અનંત ગુણ મહાન્ છે તેની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ઈશ્વરની ભાવના ભાવવી અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પ્રામાણિક વિચારાચારથી હૃદયની શુદ્ધિ કરવી કે જેથી શુદ્ધહૃદયાદર્શમાં આત્માની ઝાંખી અનુભવાય.
૨૨૦
असुर्या नाम ते लोका, अन्धेनतमसाऽऽवताः ॥
तास्ते प्रेत्यार्मिगच्छन्ति येकेचात्महनोजना : ॥ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org