________________
કરી શકાય છે એવું જાણી શકતા નથી. દેવગુરૂ ધર્મની શ્રદ્ધા વિનાની મિથ્યા બુદ્ધિથી તેઓ ધર્મને અધર્મ માને છે, આત્માને અનાત્મા માને છે અને અનાત્માને આત્મા માને છે, પુણ્ય કર્મોને પાપ કર્મો માને છે, અને પાપ કર્મોને પુણ્ય કર્મો માને છે, ખાવું, પીવું, અને ભોગો ભોગવવા અને સંસારમાં ગમે તેવાં પાપ, ખૂન, ચોરી વગેરે દુષ્ટ કર્મો કરીને જીવવું એટલું જ માને છે, તેઓ ઈશ્વરને કદાપિ માને છે તો પણ હિંસા, જૂઠ, વગેરે પાપ વૃત્તિયોથી સુખ થાય છે એમ માની દુર્ગુણ દુષ્ટાચારોમાં આસક્ત રહે છે. આપના ઇ વરૂ ધમ્મી માત્મજ્ઞાનેન મવતિ ધર્મી મનુષ્ય આત્મજ્ઞાનથી ધર્મી થાય છે એમ શ્રી મહાવીર પ્રભુએ પ્રકાશ્ય છે. એ નાળેય મુળ होइ, न भुणि अरण्ण वासेण ॥ ज्ञाने न च मुनिर्भवति न मुनिः अरण्यवासेन - ઉત્તરાધ્યયન સૂત્ર. શ્રુત.” ! જ્ઞાનવડે આત્મા મુનિ થાય છે પણ અરણ્યમાં વાસ કરી વા ગુફામાં વાસ કરી નગ્ન રહેવાથી વા પંચાગ્નિ તપ કરવા માત્રથી કોઈ મુનિ ઋષિ થતો નથી. અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવાને આત્મજ્ઞાની ગીતાર્થ સરૂની સેવા કરવી, અને આત્મજ્ઞાન - બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અસત્ય જે જણાય તેનો ત્યાગ કરવો અને મધ્યસ્થ ભાવથી જે સત્ય જણાય તેનો સ્વીકાર કરવો. જડ વસ્તુઓના ભોગોમાં સુખ નથી. વિષય ભોગોથી સત્યાનંદ નથી એવો અનુભવ પ્રાપ્ત કરવો. સગુરૂની સેવા ભક્તિથી આત્માદિ પદાર્થોનું સમ્યગૂજ્ઞાન કરવું. શરીર તેજ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા નથી એમ અજ્ઞાની નાસ્તિક મિથ્યાત્વી લોકો માને છે પણ એ માન્યતા સત્ય નથી. પંચ ભૂતથી આત્મા ભિન્ન છે એમ વેદોમાં, ઉપનિષદોમાં અને જૈનાગમોમાં જ્ઞાનીઓએ સ્પષ્ટ જાહેર કર્યું છે. હિંસા, જૂઠ, ચોરી વ્યભિચાર, ખૂન, વિશ્વાસઘાત વગેરે પાપકર્મો છે એવો સર્વ વેદ વેદાંત જૈન શાસ્ત્રોએ પોકાર કર્યો છે. પોતાના દુખ સ્વાર્થ માટે અન્ય મનુષ્યો વગેરેને હણવા એમ માનનારા અજ્ઞાની અસુરો ગમે તે ધર્મ માનતા હોય તો પણ વસ્તુતઃ તે ધર્મ, ઈશ્વર, આત્મા વગેરેને માનતા નથી માટે તેવા અસુરોને આત્મજ્ઞાનનો બોધ આપવો અને તેઓને અહિંસાજ્ઞાની બનાવવા એજ ખરેખરી પ્રભુની સેવા, ભક્તિ, પૂજા અને ઈશ્વરોપાસના છે. અજ્ઞાની પાપી આસુરી મનુષ્યોના પાપના ભારથી પૃથ્વી દુઃખી થાય છે. અજ્ઞાની એવા અસુરોના પ્રાણોનો નાશ કરવો એ કંઈ ઈશ્વરાવતારી મહાત્માઓનું લક્ષણ નથી. દુષ્ટોમાં રહેલી દુષ્ટ બુદ્ધિનો નાશ કરવો, સાધુ સંતોનો નાશ કરનારા રાક્ષસી મનુષ્યોના અજ્ઞાન પાપ વગેરેનો ધર્મ બોધથી નાશ કરવો તે પ્રભુ જેવા અવતારી મનુષ્યોનું કર્તવ્ય છે. આસુરી મનુષ્યોમાં રહેલ અજ્ઞાન, મોહ, રાગ દ્વેષ વગેરે રજોગુણી દુષ્ટ વૃત્તિયોનું હનન કરવું એમ જેઓ જાણે છે અને પ્રવર્તે છે તેઓ જ્ઞાનીઓ છે. આત્મજ્ઞાન થવાથી સુરી ભાવ પ્રગટે છે, આત્માને જાણવાથી પરમાત્મત્વ પોતાનામાં
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org