________________
शुध्धब्रह्मप्रकाशाय भवत्येवन संशयः ॥ सर्वदेहेषु जीवानां सिध्यत्वंसत्तयासदा પતિવ્રહ્મમાવેન વર્તતે ૪ મહાપ્રભુ: | (જૈનઆત્મોપનિષદ્ આત્માની પેઠે સર્વ જીવોમાં આત્મપણું દેખવું તથા આત્મવત્ સર્વજીવોની સાથે વર્તવું તે શુદ્ધબ્રહ્મ પ્રકાશને માટે છે અર્થાત્ એવા દર્શન અને વર્તનથી રજોગુણ તમોગુણનો નાશ થાય છે અને દીપકની ચારે બાજુએ રહેલા કાચના જેવા સત્ત્વ ગુણનો પણ નાશ થાય છે તેમાં જરામાત્ર સંશય નથી. સર્વદેહોમાં રહેલા જીવોનું સિદ્ધત્વ સત્તાએ છે તેને જે દેખે છે, બ્રહ્મભાવના દૃષ્ટિથી સર્વ પ્રાણીઓને જે બ્રહ્મસ્વરૂપે આત્મસ્વરૂપે દેખે છે અને તે પ્રમાણે વર્તે છે તે મહાપ્રભુ જીવતાં છતાં જાણવો. એવા મહાપ્રભુ જ્ઞાની સંતોના દર્શનથી અનેક ભવનાં બાંધેલા પાપ કર્મ ટળી જાય છે. આવી આત્મા ભાવના ભાવતાં કોઈ અલ્પકાલમાં પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અને કોઈ ત્રણ ચાર સાત આઠ ભવમાં મુક્ત શુદ્ધ પરમાત્મા થાય છે. કોઈ પણ વિચારમાં આવેલી બ્રહ્મ ભાવનાને આચારમાં મૂકતાં ઘણો વખત લાગે છે, તથા તેવું વર્તન રાખતાં ઘણી વખત પાછુ પડવાનું થાય છે તો પણ ઉત્સાહ ધૈર્ય અને પુરૂષાર્થથી અનેક વિધને જીતી આત્માનું તેવું વર્તન કરી શકાય છે અને તેથી રાગદ્વેષની સર્વગ્રન્થિયોનો છેદ કરી શકાય છે. ચોવીશમા તીર્થંકર સર્વજ્ઞ શ્રીમહાવીરદેવે આવી આત્મભાવનાને ભાવી હતી અને એવું વર્તન પ્રાપ્ત કરી સર્વથા પ્રકારે ઘાતી કર્મનો ક્ષય કરી કેવલી પરમાત્મા થયા અને ભારતમાં સર્વત્ર અહિંસાનો પ્રચાર કરી વિશ્વનો ઉદ્ધાર કર્યો. પ્રભુ મહાવીર દેવે સર્વલોકોને પરસ્પર આત્મભાવે, મૈત્રીભાવે વર્તવાનો બોધ આપ્યો. સર્વ પ્રાણીઓમાં દેહભાવ, મોહભાવ ન ધારવો, સર્વજીવો સાથે શુદ્ધ પ્રેમથી વર્તવું, સર્વ પ્રાણીઓના રાગદ્વેષના વર્તન તરફ ઉપેક્ષા કરવી અને તેઓના આત્માઓ સાથે સ્વાત્માથી ઓતપ્રોત એક એક સ્વરૂપ થઈ જવું એમ કરવાથી દ્વિધાભાવ ટળવા માંડશે અને આત્મભાવ જાગ્રત થશે અને તેથી મોહની ગ્રન્થિયોની જાળને ધારણ કરનાર મોહરૂપ જાલંધર દૈત્ય૫૨ જય મેળવી શકાશે અને બહિરાત્મભાવરૂપ વિશ્વરૂપ દૈત્ય છે તેના પર જય મેળવી શકાશે. આત્માની પરમાત્મદશા કરવા માટે સર્વ જીવોને આત્મવત્ દેખવા અને સ્વાધિકારે આત્મવત્ વર્તન રાખવું, એમ કરવાથી રાગદ્વેષની વૃત્તિયોનો ક્ષય થતાં સ્વયમેવ સર્વજ્ઞાન પ્રગટ થતાં આત્મા તેજ પરમાત્મા જ થવાનો. ઋષિયોની તીર્થંકરોની વાણી સાંભળવી, તે પ્રમાણે વર્તવું. સર્વ વિશ્વવર્તિલોકો ઉપર લખ્યા પ્રમાણે દેખે અને વર્તે તો આ દુનિયામાં સર્વત્ર સ્વર્ગીય બ્રહ્મ શાંતિ પ્રસરે. જેઓ આત્મજ્ઞાન પામે છે અને નીતિ સદાચારથી વર્તે છે તથા આહાર પાણી નિર્દોષ વાપરે છે તથા દુર્ગુણ દુર્વ્યસન અને દુર્વિચારોથી કરોડો ગાઉ
Jain Education International
For Private & Personal Use Only
૨૨૫
www.jainelibrary.org