Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 232
________________ પ્રકરણ - ૩ ચરિત્રાત્મક ગીતાઓ एक्कंपि बंभचेरे जंमिय आराहियंपि आराहियं वयमिणं सव्वंतम्हा निउएणं बंभचेरं चरियव्व ॥७६ ॥ જેમને એક બ્રહ્મચર્યવ્રતની બરાબર આરાધના કરી છે તેમણે બધા વ્રતોની સારી આરાધના કરી છે એમ જાણવું એટલા જ માટે નિપુણ સાધકે બ્રહ્મચર્યવ્રતનું સારી રીતે પાલન કરવું જોઈએ. Those who have properly practised the single vow of celibacy are said to have practised all the vows. Therefore a wise person should practise the vow of celibacy perfectly. | (પ્રશ્ન વ્યાકરણ ૪-૧) अबंमचरियं घोरंप्रमायं दरहिट्ठियं । नाऽरति मुणी लोए भेयाययंणं वज्जिणो ॥ ७८ ॥ અબ્રહ્મચર્ય ઘોર પાપ છે. પ્રમાદનું તે મૂળ છે અને દુગર્તિનું કારણ છે એટલા માટે મુનિ જગતમાં એનું સેવન કરતા નથી તથા સંયમ ભંગ કરે એવા સ્થાનોથી દૂર રહે છે. | (દશવૈકાલિક ૬-૧૬) માનવીની દાનવ વૃત્તિઓને નિર્મૂળ કરીને માનવીય ગુણોના સંસ્કારોનું સિંચન અને સંવર્ધન કરવા માટે આદર્શમય જીવન વ્યતીત કરેલા તીર્થકર ભગવંતો, ચક્રવર્તીઓ, રાજવીઓ, રાજકુમારો, શ્રેષ્ઠિઓ, દાનવીરો, મંત્રીશ્વરો અને સતી સ્ત્રીઓ વગેરેની ભવ્ય ગૌરવ ગાથા ચરિત્રાત્મક સાહિત્યના વારસારૂપ છે. આ પ્રકારનાં ચરિત્ર વિવિધ કવિઓએ જુદા જુદા કાવ્યોમાં આલેખન કર્યું છે. આ ચરિત્રો માત્ર સર્જકની કલાત્મક અભિવ્યક્તિ નથી પણ તેમાં રહેલી વાસ્તવિકતાનો પ્રત્યક્ષ પુરાવો છે. તેનું ચરિત્રાત્મક મૂલ્ય હોવાની સાથે ઐતિહાસિક મૂલ્ય પણ ઊચું છે. કે જેમાં ભારતીય સંસ્કૃતિના પરમોચ્ચ આચાર વિચારનો જીવનમાં સમન્વય સધાયેલો નિહાળી શકાય છે. તેમાં નિરૂપણ થયેલા પ્રસંગો કે ગુણો આત્માની સંપત્તિ પામવા માટે પોષક તત્ત્વ તરીકે કામ કરે છે. તે રીતે વિચારતાં તેમાંથી કોઈને કોઈ મહત્વના જૈન દર્શનના સિદ્ધાંતનું સમર્થન થયેલું સારરૂપે પામી શકાય છે. ચાર અનુયોગમાં કથાનુંયોગ સર્વ સાધારણ જનતાને માટે ઉપકારક છે. કથાનુંયોગનું હાર્દ તત્વ ગ્રહણ છે. કથા કે પ્રસંગ એ તો નિમિત્ત માત્ર છે. મહત્વની હકીકત હંસ સમાન દૃષ્ટિથી ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278