________________
જીવનશૈલી વાચક વર્ગને પ્રેરક નીવડે છે. ચરિત્ર નાયકના ગુણોનો પ્રભાવ પડતાં વ્યક્તિ પોતે પોતાનાં જીવન વિકાસનું પાથેય પ્રાપ્ત કરે છે. તે દૃષ્ટિએ વિચારીએ તો વ્યક્તિવાચક નામ સાથે ગીતા શબ્દ પ્રયોગ જીવનનો મહિમા ગાનારી કાવ્ય કૃતિ એમ અર્થઘટન કરવામાં આવે છે.
મધ્યકાલીન જૈન સાહિત્યમાં રાસ-ફાગુ, પ્રબંધ, છંદ વિવાહલો, વગેરે દીર્ઘ કાવ્ય પ્રકારોમાં પણ ચરિત્રાત્મક સૃષ્ટિનો અવનવો પરિચય થાય છે. આ કાવ્ય પ્રકારોમાં લક્ષણો જુદાં છે છતાં એકબીજા વચ્ચે ઘણું સામ્ય રહેલું છે. ગીતા શબ્દ પ્રયોગ કવિએ કયા અર્થમાં કર્યો છે તે સંબંધી મારું અર્થઘટન ઉપર મુજબ છે. જૈનેતર ગીતાઓમાં અર્જુન, પાંડવો, શીવ, કૃષ્ણ - રાજાનો મહિમા દર્શાવીને ભક્તિ કર્મયોગ અને જ્ઞાનનો સમન્વય સધાયો છે. તેની સાથે તુલનાત્મક રીતે વિચારીએ તો ચરિત્રાત્મક ગીતાઓએ ઈષ્ટ દેવ કે ગુરુ ગુણ ગૌરવ ગાથારૂપે લખાયેલી છે. જ્ઞાન દાતા ગુરુ કે તીર્થકરનો ઉપકાર તો અનન્ય છે. એટલે એમના ચરિત્ર દ્વારા પરોક્ષ રીતે તો તત્વજ્ઞાનના કોઈને કોઈ સિદ્ધાંતનું જ પ્રતિપાદન થયેલું છે. કવિઓએ ચરિત્રના માધ્યમ દ્વારા તત્વજ્ઞાનના કઠિન દુર્બોધ - વિચારોને રસ સભર બનાવીને પ્રગટ કર્યા છે. એટલે ગીતા નામનું વિધાન યથોચિત લાગે છે. આદિજિન ગીતા, શ્રી રામચરિત્ર જૈન ગીતા, શ્રી પાર્શ્વનાથ રાજગીતા, નેમિનાથ ભ્રમરગીતા, જેવી કૃતિઓ ચરિત્રાત્મક ગીતાના ઉદાહરણરૂપ છે. તેની વિશેષ માહિતી આ વિભાગમાં આપવામાં આવી છે.
અહીં આઠ ચરિત્રાત્મક ગીતાઓનો પરિચય આપવામાં આવ્યો છે. પ્રત્યેક ગીતા કથાનુયોગ જેવી રસિક આસ્વાદ કરાવતી રચના હોવાની સાથે અંતે તો તેમાંથી પ્રગટ થતો તાત્વિક વિચાર આત્માર્થીજનો માટે અનન્ય ઉપકારક નીવડે છે. કથા એ તો સાધન છે, સાધ્ય તો તેમાં રહેલો ઉપનય છે એમ વિચારીને આ ગીતાઓનું વાંચન અને પ્રત્યેક વિચારનું ચિંતન શ્રેયસ્કર નીવડે છે.
ચરિત્રાત્મક ગીતાઓનું સમાપન કરતાં એમ કહી શકાય કે કથાનુયોગ દ્વારા ગર્ભિત રીતે તત્વના વિચારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ત્વની કઠિનતાથી દૂર ભાગતાં વાચક વર્ગને આવી ચરિત્રાત્મક કૃતિઓ જ્ઞાનમાર્ગની વિસ્તરતિ ક્ષિતિજને પેલે પાર લઈ જઈ આત્મ તત્વની ઓળખાણ માટે માર્ગદર્શક બને છે.
આ ગીતાઓ દિવ્ય જીવન જીવતા માનવોની ગુણ ગૌરવ ગાથાની ચિરંજીવ મૃતિ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org