________________
છે તે મુજબ તેઓ વિજયદેવસૂરિના શિષ્ય વિજયપ્રભસૂરિ, એમના શિષ્ય ધીરવિજય અને એમના શિષ્ય તે લાભવિજય. એ લાભવિજયના શિષ્ય તે આ કાવ્યના કર્તા કવિ વૃદ્ધિવિજય.
આ કાવ્યની રચના એમણે વિ.સં. ૧૭૦૬માં સાંઈપુર નગરમાં કરી હતી. એમણે કાવ્યની રચનાતાલનો નિર્દેશ સંખ્યાવાચક સાંકેતિક શબ્દોમાં નીચે પ્રમાણે કર્યો છે, જેમાં રચનાસ્થળનો અને કૃતિના નામનો ઉલ્લેખ પણ આવી જાય છે.
દર્શન મુનિ સસી માં વર્ષે જ્ઞાનગીતા કરી પ્રેમ પૂર,
પાસ પ્રભુ સંસ્ય ચડત નૂર. - ૫૧ કડીના આ કાવ્યનો આરંભ કવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિથી નીચે પ્રમાણે કરે છે.
સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર; પાસ પ્રભુ સુપ્રસન્ન સદા, શંખેશ્વર સુખકાર. મહિમા મહિયલ જેહનો, સકલ ભવિક સુખવાસ,
તે સાહિબ મુઝ મન વસ્યો, શ્રી શંખેશ્વર પાસ. આરંભની સાત કડી કવિએ પ્રભુસ્તુતિ માટે પ્રયોજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો કેટલો બધો મહિમા છે એમ જે એમણે દર્શાવ્યું છે એમાં એમની પોતાની દઢ શ્રદ્ધાની આપણને પ્રતીતિ થાય છે. પાર્શ્વપ્રભુની સાથે સરસ્વતી દેવીની પણ સ્તુતિ કરવામાં આવી છે. કવિએ એ માટે પ્રયોજેલું રૂપક કેટલું મનોહર છે ! સરસ્વતી દેવી અર્થાત્ શ્રુતદેવી એ તો જિનેશ્વર ભગવાનના મુખરૂપી કમલની ભમરી છે.
પ્રણમી સરસ્વતી સરસ અસરી, જિનમુખ પંકજે જેહ ભમરી; ગાઈમેં પાસ જિનરાજ રંગે. અતી ઘણું આણિ ઉલ્લાસ અંગે.
સ્તુતિ પછીની સાત કડીમાં કવિએ પોતાને શંખેશ્વર પાર્શ્વ પ્રભુનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એનો આનંદોલ્લાસ વ્યક્ત કર્યો છે. કવિ કહે છે કે ચોરાસી લાખ યોનિમાં ભમતાં દુર્લભ એવો મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી, અંતરાય કર્મ દૂર થતાં અને પુણ્યનો ઉદય થતાં પ્રભુનાં દર્શન થયાં અને જીવન ધન્ય થઈ ગયું.
[ ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org