________________
આ ગ્રંથ માટે ઉપનિષ શબ્દ પ્રયોગ થયો છે તે દષ્ટિએ ઉપનિષો અર્થ વિચારીએ તો નીચે પ્રમાણે છે.
ઉપ + નિ + સદ્ એટલે ની પાસે બેસવું. આ શબ્દાર્થનો વિશિષ્ટ અર્થ શિષ્ય ગુરુની પાસે બેસીને જ્ઞાનગોષ્ટિ દ્વારા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યને ગુરુ પાસેથી જાણે છે. આ ઉપનિષદ્ ભગવાન વડે ગાવામાં આવેલું હોવાથી તેનો મહિમા અપરંપાર છે.
પૂ. હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર એ ઉપનિષદ્ છે. તેમાં મૂળભૂત રીતે જિનવચનોનો સંદર્ભ છે.
ડૉ. હિલ યોગશાસ્ત્રને “સંયમનું શાસ્ત્ર” The scripture Of Control' કહે છે. લોકમાન્ય ટિળક કર્મયોગનું શાસ્ત્ર માને છે.
કળિકાળસર્વજ્ઞ પરમ પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ રાજાની વિનંતીથી એમના સ્વાધ્યાય નિમિત્તે ૧૨૦૦ શ્લોકોમાં યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે.
આ ગ્રંથ સંસ્કૃત ભાષાના અનુપ છંદમાં રચાયો છે. પ્રથમ દષ્ટિએ સરળ લાગે તેવો આ ગ્રંથ અતિ ગહન અને જિનવાણીના રહસ્યોથી ભરપુર છે. તેમાં યોગ અને અધ્યાત્મના વિચારોનો સમન્વય સધાયો છે. તેના બાર પ્રકાશ (વિભાગ) ની સંક્ષિપ્ત માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે.
પ્રથમ પ્રકાશમાં પ્રભુ મહાવીરની સમદષ્ટિ અને કરૂણા દર્શાવીને યોગ વિશેની સદૃષ્ટાંત માહિતી આપી છે.
યોગના ત્રણ પ્રકાર જ્ઞાન યોગ, દર્શન યોગ અને ચારિત્ર યોગની વિગતો જણાવી છે.
બીજા અને ત્રીજા પ્રકાશમાં સમકિત અને મિથ્યાત્વના સ્વરૂપ વિશેની વિગતો છે અને શ્રાવકનાં બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યું છે.
ચોથા પ્રકાશમાં ચાર કષાયનું સ્વરૂપ ઈન્દ્રિયજય, મન શુધ્ધિ અને ધ્યાન વિશે. વિચારો પ્રગટ કર્યા છે..
પાંચમા અને છઠ્ઠા પ્રકાશમાં પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા વિશે યોગની માહિતી આપવામાં આવી છે.
સાત થી અગિયાર પ્રકાશમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન ઉપરાંત ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના પ્રકારનું સ્વરૂપ વર્ણવ્યું છે.
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org