________________
પાપી છું. અધમ છું. વિષય કષાયથી કિલષ્ટ પરિણતિઓથી ગ્રસ્ત છું”
હું શુદ્ધ છું. બુદ્ધ છું. નિરંજન નિરાકાર છું. વીતરાગ મારું પોતાનું સ્વરૂપ છે.” બન્ને ઓળખ સાચી છે. પહેલી ઓળખાણ વ્યવહાર નયથી છે. બીજી નિશ્ચય નયથી છે.
ક્રિયાયોગ શુદ્ધિ ક્રિયાને છોડીને કેવળ જ્ઞાનયોગમાં જ રાચવું ઈષ્ટ નથી. જ્ઞાન ક્રિયાનો સમન્વય થવો જોઈએ.
અપ્રાપ્ત ભાવોને પામવા માટે પ્રાપ્તના રક્ષણ માટે ક્રિયા જરૂરી છે. ક્રિયાવાદી અને જ્ઞાનવાદીઓની મીમાંસા અન્ય શ્લોકોમાં કરવામાં આવી છે.
સામ્યયોગ શુદ્ધિમાં વ્યક્તિના મમત્વ ભાવ (મમતા)ને કેન્દ્રમાં રાખીને શ્લોકો રચાયા છે. દુઃખનું મૂળ મમત્વ, સૂખનું મૂળ સમત્વ એવું સમીકરણ સમજાઈ જાય તો સુખ દુઃખના પરિણામોથી નવાં કર્મ બંધાય નહિ અને સ્થિરતા આવી શકે. મોક્ષનગર તરફ ગતિ કરતા રથનું નામ છે. સમતા જ્ઞાન અને ક્રિયારૂપી બે અશ્વો જોડયા છે. એટલે તેનાથી મમત્વનો નાશ થાય છે.
સતત ચિદાનંદ પદમાં જે આત્મા ઉપયોગમય - રમમાણ હોય તે લોકોત્તર સમતા પામી શકે છે. નયવાદની દૃષ્ટિએ અધ્યાત્મ શબ્દનું વિસ્તાર પૂર્વક અર્થઘટન લક્ષ્ય પરમાત્મા પદ, પંચાચારનું સૌન્દર્ય, શાસ્ત્રનો અર્થ ઉત્સર્ગ અપવાદ વૈદિક હિંસા, કર્મકાંડ, શાંકર ભાષ્યના વિચારો સાપેક્ષવાદ અને અન્ય દર્શનો બૌધ્ધમત મુરારિમિશ્ર, ભાસ્કરાચાર્ય પ્રભાકર મિશ્ર, શ્રી નિવાસ આચાર્યના સ્વાવાદ અંગેનો મત, ઉપનિષો અર્થ-સર્વદર્શનોની તુલ્યતા મધ્યસ્થતાનાં મહાન ગુણ જિનશાસનનો સાર ઉપશમ જેવા વિષયોને લગતા પ્રથમ ભાગમાં ૭૭ શ્લોકોનો અનુવાદ સંસ્કૃત ભાષામાં ટીકા અને ગુજરાતી વિવેચન સાથે સંચય થયો છે. તેમાં જ્ઞાન માર્ગના ગહન વિચારોનું દોહન કરીને અધ્યાત્મરસિક આત્માર્થીઓને માટે અમૃત સમાન અનેરો આસ્વાદ કરાવવાની અકથ્ય શક્તિ ધરાવે છે. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતા શ્લોકોના ગર્ભિત શાસ્ત્ર જ્ઞાનના વિચારો વિવેચન દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે.
સમગ્ર રીતે વિચારીએ તો ગુરુગમ વગર પૂ. શ્રીના ગ્રંથને સમજવો કઠિન છે. ગીતાર્થ ગુરુની નિશ્રા હોય, અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્તિની સતત જિજ્ઞાસા ધીરજ ને પુરુષાર્થ કરવાની સમર્થતા હોય તેને માટે આ ગ્રંથનું અધ્યયન આત્મવિકાસ માટે પારસમણિના સ્પર્શ સમાન છે. આત્માને લાગેલાં કર્મોના નાશ કરીને સ્વરૂપાનુંસંધાન તરફ પદાર્પણ કરાવે છે.
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ-૧ના નીચેના શ્લોકો સાથે નોંધવામાં આવ્યા છે. તે ઉપરથી પૂ. શ્રી ની કવિત્વ શક્તિ ને પાંડિત્યપૂર્ણ જ્ઞાનોપાસનાનો પરિચય થશે.
||૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org