________________
૪. શિષ્યોપનિષદ
(ધ્યાનમૂલં ગુરો મૂર્તિ ) ધ્યાનનું અપૂર્વ સ્થાન ગુરુની મૂર્તિ છે. પૂજાનું પૂર્ણ મહત્વ ધરનાર ગુરુના ચરણકમળ છે. સર્વ મંત્ર શિરોમણિ સાધકના સાધ્યની સિદ્ધિઓનું સંપૂર્ણ સાધન આત્મ સિદ્ધિનું અમોઘ અસ્ત્ર ગુરુના વચનની આરાધના છે. સર્વ બંધનોથી સર્વથા મુક્ત બનાવનાર ગુરૂની કૃપા છે. ગુરુ ગુણ ગીતને ગાતા ગાતાં સુશિષ્ય જીવનની સાચી સાધના કરી શકે છે. વિનય, નમ્રતા, તિતિક્ષા, સહિષ્ણુતા, ક્ષમા આદિ ગુણો ગુરુની નિશ્રામાં રહી ગુરુની આજ્ઞાને શિરસાવંદ્ય ગણનારજ પ્રાપ્ત કરી શકે છે. વિનય વિનાની વિદ્યા વિષય અને કષાયની ભભક્તી આગ છે. જેમાં ભાડ ભુંજાના ચણાની પેઠે પોતે પણ ભુંજાય અને બીજા તેના સહવાસીને પણ ભ્રષ્ટ કરતો જાય છે.
કદાચ પોતાના મસ્તકથી મોટા મેરૂ પર્વતને ભેદી નાંખે, કદાચ ફણિધર સાપને હાથથી પકડે છતાં તે ડખે નહિ, ઝેર ખાવા છતાં મરે નહિ. આવું અસંભવ પણ સંભવ બને પણ ગુરુની આશાતના કરનાર, અવિનય કરનાર, અવહેલના કરનાર કદી મુક્ત બની શકતો નથી. કુલવાલક ગુરુનો પ્રત્યેનીક બન્યો હતો. મહા જ્ઞાની, મહા તપસ્વી પણ ગુરુના અંતરના આર્શીવાદ ન મેળવતાં ગુરુનો પ્રતિસ્પર્ધી બન્યો. ગુરુની આશાતનાના ભારને ધોવા ગુરુના વચનને મિથ્યા કરવા નદીના કાંઠે જઈ ઉગ્રતપ તપવા લાગ્યો... જ્યાં માનવનો પણ સંચાર ન સંભવે, ત્યાં ઉગ્રતા તપતા એ મુનિના તપના પ્રભાવથી નદીએ પણ વહેણ બદલ્યું, છતાંય ગુરુની આશાતનાનો ભાર ઓછો ન થયો.
માગધિકા વેશ્યાએ કપટ નાટક કેળવી કુલવાલુકને સંયમથી, ધ્યાનથી, ત્યાગથી ઉપાસનાથી ભ્રષ્ટ કર્યો. આવા છે અવિનયના અતિ કરૂણ વિપાકો. ગુરુની આજ્ઞાની આરાધનામાં શ્રમણ જીવનની સાચી સાધના રહી છે.
- જ્ઞાન પણ જો ગુરૂભક્તિ વિનાનું હોય તો તે ભવસાગરમાં જ હમેશા ડૂબાવવાવાળું બને છે. ગધેડા ઉપર ચંદનનો ભાર ભર્યો હોય એની કિંમત શું? ન તો તે ચંદનની સુગંધ પણ મેળવી શકે. તેવી જ રીતે જન મનરંજન માટે મેળવેલું - ઉદરંભરી બનવા માટે જ એકઠું કરેલું જ્ઞાન ગુરુની સેવા વિનાનું ગુરુ ફુલવાસ વિનાનું છે, જે પાપના પંથે લઈ જવા વાળું બને છે. અવિનયાદિ દોષયુક્ત જ્ઞાની મહામોહના ઉદયવાળો બની મિથ્યાત્વી બની જાય તેમાં જરા પણ નવાઈ જેવું નથી. ગુરુતત્વની સંપૂર્ણ આરાધના વિના સ્વાર્થીય પ્રવૃત્તિઓ ખાતર જો સંયમી જીવન વ્યતીત થાય તો “પંચ વસ્તુ પ્રકરણ'ના આધારે કહેવામાં આવે તો આગામી ભવે
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org