________________
સંયોગથી મોક્ષ મળે છે.
અનંત સાગર સમાન જૈન ધર્મદર્શન સર્વદેશી . તેમાંથી સર્વદર્શનવાળાઓને પોતાની ઇચ્છા મુજબનું તત્ત્વ મળી શકે છે એ સત્ય સિદ્ધાંત છે તે દૃષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્રના શ્લોકોનો જૈન દર્શનને આધારે વિવેચન કરવામાં આવ્યું છે. અન્ય દર્શનોના વિચારોનો સમ્યકુ અર્થ કરીને મિથ્યાજ્ઞાનમાંથી લોકોનો ઉદ્ધાર કરીને સમ્યક જ્ઞાન આપવાનો જ્ઞાની મહાત્માઓ પુરૂષાર્થ કરે છે તે અનુકરણીય છે. પ્રભુ મહાવીરે કેવળજ્ઞાનથી લોકાલોકના સર્વ ભાવો, તત્ત્વને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. પ્રત્યક્ષ જ્ઞાનીના વચનોનાં બનેલાં શાસ્ત્રો ઉપર આધાર રાખીને દર્શનોના વિચારોમાં જૈન દર્શનની દૃષ્ટિએ કેટલું સત્ય છે તે દર્શાવવા માટે આ ઈશાવાસ્યોપનિષદ્ધ અર્થઘટન કર્યું છે.
જૈન શાસ્ત્ર અનુસાર વેદો અને ઉપનિષદોમાંથી જે કંઈ તત્ત્વો મળતાં આવે છે એવાં તત્ત્વોને સાત નયોની અપેક્ષાએ સ્વીકારીને એ પણ સર્વજ્ઞ કથિત વચનો છે એમ અપેક્ષાએ માની સમ્યક્ જ્ઞાનીઓ વેદો, ઉપનિષદ અને પુરાણોના તત્ત્વોને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મામાં ઉતારીને તેને વૈદિક શાસ્ત્રો અપેક્ષાએ પોતાનાં કરવા સમર્થ બને છે. અન્ય દર્શનીય ગ્રંથો કે જેઓ પર સાપેક્ષ અધ્યાત્મ જ્ઞાન દૃષ્ટિએ ગીતાર્થોએ ટીકાઓ કરી હોય છે તેઓને વાંચવાનો અધિકાર છે. કે જેથી સમ્યકુ દૃષ્ટિની પ્રાપ્તિ પૂર્વક સર્વસંશયરહિત આત્મા શુદ્ધ ચારિત્ર દશાવડે કેવળજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા બની શકે માટે અન્ય દર્શનોના વિચારો સાપેક્ષ રીતે વિચારવા જોઈએ આવા હેતુથી આ ગ્રંથ રચ્યો છે.
સિદ્ધસેન દિવાકરસૂરિનો મત આ અર્થઘટન વિશે - मदे मिच्छादसण समूहमइअरस्स अमय सायस्स जिणवयणस्स भगवओ संविग्ग सूहाहि गम्मस्सा ॥ ७० ॥
જિનવચનરૂપ ભગવાન ભદ્રવંત - જયવંત રહો. જે મિથ્યા દર્શનોના સમૂહને સ્થાદ્વાદ અમૃતરૂપ કરે છે, જે વચન અમૃતસ્વાદરૂપ છે તથા જેનો મર્મ સમજવાથી સંવેગસુખની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વદર્શનોનો પરસ્પર સાપેક્ષાએ જ્યાં એક સમૂહ થાય છે ત્યાં સાપેક્ષ દૃષ્ટિએ સમ્યકત્વરૂપ અમૃતનો સ્વાદ આવે છે. અને સર્વપ્રકારના એકાંતિક નય મત મિથ્યાત્વ કદાગ્રહોનો નાશ થાય છે. એવા સ્યાદ્વાદ નય જ્ઞાનરૂપ જૈન દર્શનમાં સર્વદર્શનો છે. જિનવરમાં સઘળાં દરિશન છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. પદર્શન જિન અંગ ભણીએ.
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org