________________
વારમાં બાળીને ભસ્મ કરી શકે છે તેમ ઘણા કાળથી ઉપાર્જન કરેલા કર્મોનો પણ યોગ ક્ષય કરે છે. મોક્ષનું કારણ યોગ છે.
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्यच कारणम्
ज्ञान श्रध्धान चारित्र रूपं रत्नत्रयं च सः ॥ १५ ॥
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ ત્રણ રત્નો તે યોગ કહેવાય છે.
જ્ઞાનયોગ
यथावस्थित तत्त्वानां संक्षेपाद्रिस्तरेणवा
योऽवबोधस्तमत्राहुः सम्यक्ज्ञानं मनीषिणः ॥ १७ ॥
જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ રહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી બોધ થવો યા જાણવું તેને વિદ્વાન પુરૂષો સમ્યગ્ જ્ઞાન કહે છે.
ઈર્યા સમિતિ એટલે શું ?
लोकातिवाहिते मार्गे चुंविते भास्वदंशुभिः
जंतु रक्षार्थमालोकय गतिरीर्या मता सताम् ॥ ३६ ॥ पा. ९१ અનેક લોકોથી ચલાયેલા અને સૂર્યના કિરણોથી પ્રગટ દેખાતા માર્ગે જંતુઓની રક્ષાને માટે જોઈને ચાલવું તેને સત્ પુરૂષોએ ઈર્યા સમિતિ કહેલી છે.
મનોગુપ્તિ
विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम्
आत्मारामं मनस्तज्ज्ञै र्मनोगुप्तिरुदाहृता ॥ ४१ ॥ पा. ९५
કલ્પનાની જાળથી મુક્ત થયેલા, સમભાવમાં સ્થિત થયેલા અને આત્મભાવમાં રમણ કરતા મનને જ્ઞાની પુરૂષોએ મનોગુપ્તિ કહેલી છે.
૧૮૬
સમકિતનું સ્વરૂપ
या देवे देवता बुध्धि, गुरौ च गुरुतामतिः
धर्मेच धर्मधीः शुध्धा, सम्यकत्वमिदमुच्यते ॥ १ ॥ पा. १०८
જે દેવને વિશે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિશે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિશે શુધ્ધ ધર્મ બુદ્ધિ તે સમકિત કહેવાય છે.
મિથ્યાત્વનું સ્વરૂપ
अदेवे देव बुध्धिर्या गुरुधीर गुरौच या
अधर्मे धर्म बुध्धिश्च मिथ्यात्वं तदिव्यर्थात् ॥ ३ ॥ पा.१०९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org