________________
માટે ‘અમે રચીએ છીએ' એવો કર્તરિ પ્રયોગ કરવાને બદલે ‘અમારા વડે રચાય છે.’ એવો કર્મણિ પ્રયોગ ગ્રંથકારશ્રીએ કરેલ છે, જે તેઓમાં રહેલ નમ્રતાનું સૂચક છે. અધ્યાત્મના રહસ્યાર્થોને પચાવનારામાં અહંકાર ન હોય તે સ્વાભાવિક છે. ‘પોતાને વિશે અને ગુરૂને વિશે એકવચનનો પ્રયોગ ન કરવો' આવા શિષ્ટ વચનને અનુસરીને ગ્રંથકારશ્રીએ પોતાનો બહુવચન ગર્ભિત નિર્દેશ કરેલો છે, નહિ કે અભિમાનથી. કર્મણિ પ્રયોગથી એ પણ ધ્વનિત થાય છે કે આ અભિલાપ્યત્વઅનભિલાપ્યત્વસ્વરૂપ, યોગાર્થ વગેરેની મુખ્યતા રાખીને પદાર્થની વિશદ તાત્ત્વિકછણાવટ કરનાર નય વસ્તુલક્ષી શુધ્ધ નિશ્ચયનય કહેવાય છે. આ વાત સુજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. (૧/૨)
અધ્યાત્મ શબ્દના રૂઢ અર્થને ગ્રંથકારશ્રી જણાવે છે.
રૂઢિ અર્થમાં નિપુણ પુરૂષો કહે છે કે બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલું અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું નિર્મળ ચિત્ત એ અધ્યાત્મ છે. (૧/૩)
શબ્દના ચાર પ્રકાર
ટીકાર્થ :- વ્યુત્પત્તિશૂન્ય, શબ્દની પ્રકૃતિ (= ધાતુ) અને પ્રત્યયના સંબંધથી નિરપેક્ષ, લોકપ્રસિદ્ધ એવા રૂઢ અર્થમાં નિપુણ વિદ્વાનો અધ્યાત્મની જે વ્યાખ્યા કરે છે તે હવે પ્રસ્તુત થાય છે. પરંતુ તે પહેલાં પ્રાસંગિક રૂપે શબ્દના ચાર પ્રકારોને જાણી લઈએ.
(૧) યૌગિક : જે શબ્દનો અવયવાર્થ = પ્રકૃતિ-પ્રત્યયના સંબંધથી લભ્ય અર્થ એ જ પદાર્થરૂપે જણાય તે યૌગિક શબ્દ દા.ત. ‘પાચક’ (= રસોઈયો) શબ્દ. (૨) રૂઢ પદઃ- જે શબ્દની અવયવશક્તિથી નિરપેક્ષ થઈ અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયસંબંધથી લભ્ય અર્થની ઉપેક્ષા કરી સમુદાયશક્તિથી જ લોકપ્રસિદ્ધિ, શબ્દકોષ વગેરે દ્વારા લભ્ય અર્થનો પદાર્થરૂપે બોધ થાય તે રૂઢ પદ. દા.ત. ‘આરવંડલ' (= ઈન્દ્ર). (૩) યોગરૂઢ પદ :- જે શબ્દની સમુદાયશક્તિથી ઉપસ્થિત થયેલ અર્થમાં અવયવાર્થનો અન્વય થાય તે યોગરૂઢ પદ જાણવું. દા.ત. પંકજ (= કમળ.) (૪) યૌગિકરૂઢ :- જે શબ્દના અવયવાર્થ અને રૂઢ અર્થ બન્નેનું સ્વતંત્ર રીતે ભાન થાય તે યૌગિકરૂઢ પદ કહેવાય. દા.ત. ઉભિદ્ (યૌગિક અર્થ વૃક્ષ વગેરે અને રૂઢ અર્થ એક પ્રકારનો યજ્ઞ.) આ વાતનો વિસ્તાર અન્ય ગ્રન્થમાં જાણવો. મૂળ ગાથામાં રહેલા ‘તુ’ શબ્દ પૂર્વે જણાવેલ અર્થની અપેક્ષાએ વિશેષ અર્થને જણાવવા પ્રયોજાયેલ છે. તે આ રીતે,
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org