________________
૧૭૦
Jain Education International
(અનુષ્ટુપ)
ગૌરવ-ન્યાય-સંપન્ન, આજીવિકા વિશુધ્ધને; આત્મકિરણરૂપે, આત્મ-વિચાર ઉદ્ભવે. (૪) બ્રહ્મચર્ય
સૌ આશ્રમો નદીરૂપ, ને બ્રહ્મચર્ય સાગર; બ્રહ્મચર્યથી સીંચજો, વિશ્વે સમગ્ર જીવન. આત્મા મુખ્ય જગે બીજું બધું ગૌણ બનાવવા; એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગત્થા. આત્મામાં સ્થિર ન થાય, ત્યાં લગી કાયમી મન; ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે' ચિરંતન. કામ-ક્રોધાદિ છે શત્રુ આત્માના મુખ્ય તે ખરા; અંકુશે તેમને રાખી અંતે ક્ષીણ કરો ભલા. સ્વવાસના ક્ષયાર્થે જે, જીવે છે જગ હેતુએ; સત્યનિષ્ઠ રહી સૌનો, વિશ્વાસપાત્ર વીર તે. શિવ નારદ જેવા મહેશ્વરોય કાળથી; ન ચેતતાં પડયા હેઠા ચેતી પાછા ચડયા ફરી. માટે ચેતી સદા ચાલે સત્યાર્થી પ્રભુનિષ્ઠ તે; પ્રભુ ગુરુકૃપા સાથે નક્કી ભવાંત તે કરે.
જાણ્યા વિનાનું વિષયી રહસ્ય; સ્વીકારી લે જે વિષયે વિરકત.
વચ્ચેથી પાછા વિષયે વળીને; પડી જતા ભોગની ખાઈમાં તે. રહસ્ય વિષયો કેરું, જાણી નિર્લેપ જે રહે; છતાં સમત્વ એકત્વ, સાધવા વિષયે વહે. તે જ સાચી વિરકિતના, સ્વામી બની શકે જગે; સક્ત છતાં અનાસક્ત સંપૂર્ણ સંત તે જ છે. સિંચાયું મૂળ વર્ણોનું, આશ્રમો ચારથી અહીં; તે ચારમાંય છે મુખ્ય, બ્રહ્મચર્ય પ્રશં કરી.
જ
For Private & Personal Use Only
www.jainelibrary.org