________________
પાર્વતીની ઉપમા આપીને કવિની તુલનાત્મક દૃષ્ટિ ને કલ્પનાશક્તિનો પરિચય થાય છે.
. शुध्धात्मा महादेवः सत्प्रीति पार्वती शुभा ।
जीवानां देहरुपेषु मंदिरेषु विराजते ॥ १७॥ શુધ્ધ આત્મા તેજ મહાદેવ (કામદેવનો ત્રીજા લોચનથી નાશ કરનાર) અને સસ્ત્રીતિ તેને ભગવતી પાર્વતી માનવી તે બન્ને જીવોના દેહરૂપ મંદિરમાં વસી રહ્યા છે. આત્મારૂપ મહાદેવ સર્વ જગતના આત્માઓ ઉપર સમાન ભાવરૂપ પ્રીતિરૂપ પાર્વતીને પ્રાપ્ત કરે છે. આત્મામાં આવું મહાદેવ પાર્વતીત્વ સર્વદેહધારી સંસારી જીવોમાં સત્તાથી સહજભાવે અનાદિ કાળથી રહેલું છે.
આત્મા મહાદેવ થવા યોગ્ય છે અને તેની જ્ઞાન ચેતના સર્વ પ્રાણી પ્રત્યે વાત્સલ્યરૂપ ભાવ રાખનારી હોવાથી પાર્વતીરૂપે છે. દેવગુરુ અને ધર્મ પ્રત્યે શુદ્ધ પ્રેમને સમર્પણની ભાવના હોય તો તેનું ફળ મુક્તિ સુખની પ્રાપ્તિ છે. દયાધર્મનું પાલન, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આદિ નિયમોનું પાલન આત્મ અનુભવે છે તેના પાયામાં પ્રેમ છે. પરિણામે ભવ્ય જીવોને દેવગુરુ અને ધર્મ ઉપર પ્રેમ ઉત્પન્ન થાય છે. સત્ય જ્ઞાન અને વિવેક દૃષ્ટિ હોય ત્યારે જ પ્રેમ પ્રગટે છે. પ્રેમધર્મ અતિગહન છે તેના વિશે કવિ જણાવે છે કે – .. अगम्य: प्रेम धर्मोऽस्ति केचित् जानन्ति योगिनः ।
जानतामपि लोकानां कश्वितं याति वस्तुतः ॥ २५ ।। મનુષ્યલોકમાં જીવોને પ્રેમ ધર્મ સમજી શકાય તેમ નથી. કોઈક યોગી લોકો તેને જાણે છે. તેમાં પણ જાણનારામાં પણ કોઈક યોગી તે પ્રેમધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
યોગી પરષોના ચિત્તમાં વિશધ્ધ પ્રેમ પ્રગટે છે કારણ કે તેઓ મન, વચન અને કાયાથી ધન, પત્ની, પુત્ર, પરિવાર, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ આદિથી મોહ પામેલા નથી. પ્રેમથી શ્રદ્ધા પ્રગટ થતાં સત્ચારિત્રનું સામર્થ્ય આવે છે. શુદ્ધ પ્રેમીઓ નિર્વિકલ્પ પ્રેમનો અનુભવ કરે છે. આવો પ્રેમ પ્રાપ્ત થાય પછી બીજું કશું જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જીવાત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે એટલે નિર્વિકલ્પ આનંદ સાગરમાં સદા રસલીન બને છે. સાચા પ્રેમ વિનાનું લગ્ન કાયા લગ્ન છે.
પ્રેમ જોકે મૌનભાવવાળો હોય તો પણ હૃદયના દ્વારથી પ્રગટે છે. જ્યાં દિવ્ય પ્રેમ નિસર્ગ ભાવથી જ પ્રગટે છે ત્યાં પ્રતિજ્ઞાની જરૂર રહેતી નથી. સાચા પ્રેમમાં હુકમની જરૂર નથી. પરમાત્મા મહાવીર સ્વામીએ શુદ્ધપ્રેમથી ચંડકૌશિકને પ્રતિબોધ કર્યો હતો તેનું ચિંતન કરવાથી પ્રેમ કેવો છે તે સમજાશે. વેરવેરથી શમતું નથી
૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org