________________
થાય છે. આવી સમાધિ એટલે આત્માનુભૂતિ. પૌદ્ગલિક વસ્તુપ્રત્યેનો પ્રેમ અત્યંત તુચ્છ છે. પરિપક્વ પ્રેમ વ્યાપક બને છે. પ્રેમના વિચાર કરતાં પ્રેમના આચારથી વધુ લાભ છે. ગુરુ કૃપા વિના પ્રેમ સંભવતો નથી. શુધ્ધ પ્રેમ એજ સત્કર્મ છે. પ્રેમના સમાગમમાં પ્રેમ છુપો રહેતો નથી. શુધ્ધ પ્રેમથી ચિત્તની એકાગ્રતા થાય છે. પ્રેમયોગી ભક્તોએ ભગવાન મહાવીરના વૃત્તાંતનું ધ્યાન ધરવું અને ગુણગાન ગાવાં જોઈએ. પ્રેમી ભક્તોને પ્રેમ ગીતા આપવી. નાસ્તિક અને શ્રદ્ધાધિનને પ્રેમગીતા આપવી નહિ. શિષ્યને શુધ્ધ શ્રદ્ધાવાનું બનાવીને પ્રેમ ગીતા આપવી જોઈએ. સગુરુના પ્રેમી ભક્તો પ્રેમગીતાના પ્રવચનના અધિકારી છે. સર્વ સમર્પણ કરીને પ્રેમયોગ સાર્થક કરવો. પ્રેમીના સંગમાં પ્રેમàતપણું પ્રાપ્ત થાય છે. શુદ્ધ પ્રેમ એ વૈરાગ્ય છે. પ્રેમ વિનાની ક્રિયા નકામી છે. પ્રેમીઓ આત્માભિમુખ બનતાં પરમાત્માપદ તરફ ગતિ કરે છે. મૃત્યુ થાય તો પણ પ્રેમીમાં હૃદય ભેદ થતો નથી. દેહાધ્યાસના વિસ્મરણ વિના શુદ્ધ પ્રેમ થતો નથી. પ્રેમી આત્મા પ્રવૃત્તિ કરવા છતાં લપાતો નથી. પ્રેમયજ્ઞ સર્વ શ્રેષ્ઠ છે. પ્રેમની સાત ભૂમિકા છે. પ્રથમ સ્વાર્થ મિશ્રિત, બીજી પ્રેમની પ્રવૃત્તિમાં ફળની આશા, ત્રીજી પ્રેમીજનોની પરસ્પર ચિત્તની ઐક્યતા અને પ્રસન્નતા, ચોથી ભેદજ્ઞાન વડે આત્માનો ભાવ શુદ્ધભાવ પ્રગટવો, પાંચમી પ્રેમીઓ શ્રુત અને ચારિત્રને દેશથી વર્તે છે, છઠ્ઠી - પ્રેમ શુદ્ધ આત્મ સ્વરૂપમય બને છે, સાતમી અપ્રમત્ત યોગવાળું ચારિત્ર શુદ્ધ નિર્વિકલ્પમય ધર્મધ્યાનમાં આત્મા વર્તે છે. સાતભૂમિકા પછી આઠમી ભૂમિકાવાળો પ્રેમી તીર્થકર કેવળી થઈને સર્વ જગતને મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ આપે છે. શુધ્ધપ્રેમી મરણાંત કરે પણ જૈન ધર્મનો ત્યાગ ન કરે. મહાવીરનો જાપ સર્વ જાપમાં શિરોમણિ છે. મરણ કાળે પણ જીવાત્માનો ઉધ્ધાર કરે છે. જૈન સંઘ અને આગમ ઉપર પ્રેમ રાખો. ભક્તિ યોગની સાધનામાં સર્વયોગની સાધના છે. અમૃતતુલ્ય પ્રેમથી કરૂણા પ્રગટે છે અને અજ્ઞાનતા દૂર થતાં પ્રકાશ જયોતિ પ્રગટે છે. શુદ્ધ પ્રેમ વિનાના મનોરાજ્યવાળાને ક્યાંય શાંતિ નથી. ક્ષમા એ પૃથ્વીરૂપ છે તેમ પ્રેમ પણ પૃથ્વી સમાન છે. સાચા પ્રેમથી આત્માનું અનંત સામર્થ્ય પ્રકાશે છે. શુદ્ધ પ્રેમથી સ્વર્ગ અને અશુદ્ધ પ્રેમથી નરકગતિ થાય છે. સૂર્યોદયથી કમળ ખીલે છે. તેમ શુધ્ધ પ્રેમથી ચિત્ત ખીલે છે. આત્મિક પ્રેમ મોક્ષ માટે છે. દેવગુરુ અને ધર્મનો પ્રેમ પરમ પદને આપે છે. પ્રેમગીતાના ઉપસંહારમાં કવિ જણાવે છે કે –
मया तदनुसारेण प्रेम गीता प्रदर्शिता ।
महावीर प्रभोः पत्नी यशोदा प्रेमरुपिणी ॥ ६६३ ॥ આ પ્રેમગીતા મેં પૂર્વ પુરૂષના કરેલા ભક્તિયોગને અનુસાર દર્શાવી છે. ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org