________________
પ્રગટ કર્યા છે. તેમાં જૈન દર્શન પ્રમાણે આત્માની અંતિમ શાશ્વત સ્થિતિ મુક્તિ છે અને જગતના જીવોની સુખદુઃખમય પરિસ્થિતિનું કારણ શુભાશુભ કર્મ છે. દર્શન શાસ્ત્રની માન્યતાઓ વિશે આ અધ્યયનના વિચારો મૂળભૂત સિધ્ધાંત તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે. આ નવપદમાં તેના ત્રણ વિભાગનું જ્ઞાન આત્માર્થીજનોને માટે જાણવું જરૂરી છે.
હેય - ત્યાગ કરવા લાયક પુણ્ય, પાપ, બંધ, આશ્રવ.
ય - જાણવા લાયક જીવ અને અજીવ ઉપાદેય - આદરવા લાયક સંવર, નિર્જરા, મોક્ષ.
અધ્યયન ૧૯ થી ૨૩માં સર્વવિરતિ (સંયમોના પાલન માટે પાંચ મહાવ્રતોનું સ્વરૂપ વર્ણવ્યું છે. ઓગણીસમા અધ્યયનના ૪૦ શ્લોકોમાં અહિંસા ધર્મ, વીશમાના ૩૬ શ્લોકોમાં સત્ય, એકવીશમા ૩૮ શ્લોકોમાં અસ્તેય, (ચોરી ન કરવી) બાવીશમાં ૩૭ શ્લોકોમાં બ્રહ્મચર્ય, તેવીશમાં ૩૭ શ્લોકોમાં અપરિગ્રહ, એમ પાંચ વ્રતોના વિચારો જણાવ્યા છે. મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ સંયમ છે. તે દૃષ્ટિએ પાંચ વ્રતોનું
સ્વરૂપ આત્મોન્નતિ માટે અનન્ય પ્રેરક છે. જૈન ધર્મ નિયમબદ્ધ અને ત્યાગ પ્રધાન છે તેનો અતિ સૂક્ષ્મ વિચાર આ પ્રકારના વ્રતપાલનમાં રહેલો છે. જૈન દર્શનની અન્ય દર્શનોની તુલનામાં મહાન વિશેષતા છે.
અધ્યયન ૨૪ થી ૩૦માં સાત ક્ષેત્રના વિચારો દર્શાવ્યા છે. ચોવીશમાંના ૫૦ શ્લોકોમાં જિનપ્રતિમા, પચીશમાના પ૧ શ્લોકોમાં જિનચૈત્ય (દહેરાસર) છવ્વીશમાના ૬૭ શ્લોકોમાં જ્ઞાન, સત્તાવીશમાના ૭૨ શ્લોકોમાં શ્રમણ (સાધુ), અઠ્ઠાવીશમાના ૭૨ શ્લોકોમાં શ્રમણી (સાધ્વી), ઓગણત્રીશમાના ૮૦ શ્લોકોમાં શ્રાવક અને ત્રીશમાના ૭૫ શ્લોકોમાં શ્રાવિકા વિશેના વિચારોનો સમાવેશ કર્યો છે. આ સાતક્ષેત્રમાં દાન પુણ્ય કર્મનિર્જરા દ્વારા સમકિત પ્રાપ્તિ અને મુક્તિ માટે માર્ગ ખુલ્લો કરે છે અને અંતે આત્મા સ્વસ્વરૂપાનુસંધાન કરી શકે છે.
અધ્યયન ૩૧ થી ૩૩માં અનુક્રમે ૩૬ શ્લોકોમાં દેવ, ૩૬ શ્લોકોમાં ગુરુ અને ૩૬ શ્લોકોમાં ધર્મ વિશેની માહિતી છે.
અધ્યયન ૩૪ થી ૩૬માં અનુક્રમે સમ્યક્દર્શનના ૫૭ શ્લોકો સમ્યક જ્ઞાનના ૩૮ શ્લોકો અને સમ્યક, ચારિત્રના ૧૦૯ શ્લોકો છે. એટલે રત્નત્રયીનું સ્વરૂપ દર્શાવતાં આ ત્રણ અધ્યયન સંયમજીવનના અર્કસમાન – આરાધવા લાયક છે તેનો મહિમા ગાયો છે.
જૈન ગીતાના વિષયોની માહિતી જૈનો માટે નિત્ય સ્મરણ પઠન-પાઠન કરવા
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org