________________
દંતકથાનુસાર એમ માનવામાં આવે છે કે પૂ.શ્રીએ ગિરનાર અને પાલિતાણામાં એકાંતવાસ કરીને યોગસાધનામાં વિકાસ કર્યો હતો. શ્રી ગોડી પાર્શ્વનાથના સ્તવનને આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે તેઓશ્રી સં. ૧૯૦૪માં હયાત હતા. ટૂંકમાં એમની કૃતિઓને આધારે એમની અધ્યાત્મ શાસ્ત્રની આરાધના ને આત્માનુભૂતિનો પરિચય થાય છે. જૈન તત્ત્વજ્ઞાનની પરંપરાને અનુસરીને કવિએ આત્મસ્વરૂપદર્શન માટે પુગલ ગીતાની રચના કરી છે તે સંદર્ભમાં ઉપરોક્ત વિગતો આપવામાં આવી છે. વિશેષ પરિચય તો એમની કૃતિઓના અભ્યાસથી અવશ્ય થઈ શકે તેમ છે. ચિદાનંદજીએ સ્વ ચિત્તમાં આત્મશક્તિનો અનુભવ કર્યો હતો જે અવર્ણનીય છે. તેઓ પોતાના નામને સાર્થક કરી ગયા છે અને સાધનાનો સ્વયં સિધ્ધમાર્ગ બતાવી ગયા છે.
ચિદાનંદજીકૃત પુગલગીતા જૈન ધર્મની દૃષ્ટિએ જગતની વ્યવસ્થામાં નવતત્ત્વને પ્રધાન પદે ગણવામાં આવે છે. તેમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષનો સમાવેશ થાય છે. અજીવતત્ત્વની પુદ્ગલમાં ગણતરી થાય છે. તેને પુદ્ગલાસ્તિકાય નામથી ઓળખવામાં આવે છે. જે દ્રવ્ય પ્રતિ સમય પૂરણ (મળવું) વિખરવું (ગલન)નો સ્વભાવ ધરાવે છે તે પુદ્ગલ પદાર્થ છે. પૂરયતિ ગલયતિ ઇતિ પુદ્ગલમ્ ! જીવાત્માને પુદ્ગલનો રાગ કર્મબંધ કરાવે છે. તેના પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાથી કર્મબંધ અટકે છે. પુદ્ગલના સ્વરૂપનો પરિચય કરાવતી ચિદાનંદજીની કૃતિને પુદ્ગલગીતા નામ આપ્યું છે. કવિએ છપ્પય છંદમાં ૧૦૮ ગાથામાં ગીતાની રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવા પુદ્ગલનો પરિચય અનિવાર્ય છે. દર્શન શાસ્ત્રના વિચારોમાં પુદ્ગલ વિષયક માહિતી અત્યંત જરૂરી માનવામાં આવી છે.
જીવનું ભવ ભ્રમણ, પૌદ્ગલિક સુખની લાલસાનો ત્યાગ, પુદ્ગલના રાગથી કર્મોદયની પીડા, અનિત્યભાવના, પુગલનું સ્વરૂપ, કવિએ પુદ્ગલ વિશે વિવિધ વિચારો પ્રગટ કરીને આત્મભાવમાં લીન થવા જણાવ્યું છે.
ચિદાનંદજીની પુદ્ગલ ગીતાના વિચારો આત્મસાત કરવા માટે પુદ્ગલના સ્વરૂપની તાત્વિક ભૂમિકા જાણવી જરૂરી છે. આ અંગેની કેટલીક
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org