________________
ઉત્પત્તિ આઠ સ્પર્શવાળા પુદ્ગલ સ્કંધમાંથી જ હોય પરન્તુ ચતુઃસ્પર્શ સ્કંધમાંથી નહિ.
અધકાર - અન્ધકાર એ પણ પુલરૂપ છે, શાસ્ત્રમાં અન્ધકારને ધ્રાણેન્દ્રિય ગ્રાહ્ય કહ્યો છે, નૈયાયિક વિગેરે અન્ધકારને પદાર્થ માનતા નથી અને તેજનો અભાવ તે અન્ધકાર એમ માને છે, પરન્તુ શ્રી સર્વજ્ઞ તો અન્ધકાર તે પોતે પુદ્ગલ સ્કંધ છે એમ કહે છે, તેજ સત્ય છે.
ઉદ્યોત - શીત વસ્તુનો શીત પ્રકાશ તે ઉદ્યોત કહેવાય છે. સૂર્ય સિવાયના ચન્દ્રાદિ, જ્યોતિષીનાં દેખાતાં વિમાનોનો, આગીઆ વિગેરે જીવોનો અને ચન્દ્રકાન્તાદિ રનોનો જે પ્રકાશ છે તે ઉદ્યોત નામકર્મના ઉદયથી છે, તથા એ ઉદ્યોત જેમાંથી પ્રગટ થાય તે પણ પુદ્ગલ સ્કંધ છે અને ઉદ્યોત પોતે પણ પુગલ સ્કંધ છે.
પ્રભા - ચંદ્ર વિગેરેના પ્રકાશમાંથી અને સૂર્યના પ્રકાશમાંથી જે બીજો કરણ રહિત ઉપપ્રકાશ પડે છે તે પ્રભા મુદ્દગલ સ્કંધમાંથી પ્રગટ થઈ છે અને પોતે પણ પુદ્ગલ સ્કંધોનો સમૂહ છે. જો પ્રભા ન હોય તો સૂર્ય વિગેરેના કિરણનો પ્રકાશ જયાં પડતો હોય ત્યાં પ્રકાશ અને તેની પાસેના જ સ્થાનમાં અમાવાસ્યાની મધ્ય રાત્રિ સરખું અંધારૂ જ હોઈ શકે, પરન્તુ ઉપપ્રકાશ રૂપ પ્રભા હોવાથી તેમ બનતું નથી. શાસ્ત્રમાં ચન્દ્રાદિકની કાન્તિને પણ પ્રભા કહી
છાયા - દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તે છાયા કહેવાય. તે બાદર પરિણામ સ્કંધોમાંથી પ્રતિ સમય જળના ફુવારાની માફક નીકળતા અષ્ટસ્પર્શી પુગલ સ્કંધોનો સમુદાય જ પ્રકાશાદિન નિમિત્તથી તદાકાર પિંડિત થઈ જાય છે તે છાયા કહેવાય છે, અને તે શબ્દાશિવત્ પૂર્વે કહ્યા પ્રમાણે બન્ને રીતે પુદ્ગલ રૂપ છે.
આતપ - શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આપ. એવો પ્રકાશ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના શરીરનો હોય છે, અને સૂર્યકાન્તાદિ રનનો હોય છે. કારણ કે સૂર્યનું વિમાન અને સૂર્યકાન્ત રત્ન પોતે શીત છે, અને પોતાનો પ્રકાશ ઉષ્ણ છે. પરન્તુ અગ્નિનો ઉષ્ણ પ્રકાશ તે આતપ કહેવાય નહિ, કારણ અગ્નિ પોતે ઉષ્ણ છે. વળી ચન્દ્રાદિકના ઉદ્યોતની
૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org