________________
વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ । તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ | તિણેગીતાર્થ ચરણે રહી જે । શુધ્ધ સિધ્ધાંત રસ તો લહી જે ॥ ૪૭ || શ્રુત અભ્યાસી ચોમાસી વાસી લીંબડી ઠામ । શાસન રાગી સોભાગી શ્રાવકના બહુ ધામ ॥ ખરતર ગચ્છ પાઠક શ્રી દીપચંદ સુપસાય । દેવચંદ્ર નિજ હર્ષોં ગાયો આતમ રાય || ૪૮ ||
આત્મગુણ રમણ કરવા અભ્યાસૈ । શુધ્ધ સતારસી ને ઉલ્લાસ । દેવચંદ્રે રચી આત્મ-ગીતા । આત્મ-૨મણી મુનિ સુપ્રતીતા ॥ ૪૯ || ૬. શ્રી ચિદાનંદજી (કપૂરવિજયજી)
વિક્રમની ૨૦મી સદીના અધ્યાત્મયોગી મુનિરાજશ્રી ચિદાનંદજીના જીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. એમની કૃતિઓને આધારે કેટલીક વિગતો મળી આવે છે. તેઓશ્રી અધ્યાત્મ શાસ્ત્રના નિષ્ણાત હતા. આ કાળમાં દુર્લભ એવી નિર્વિકલ્પ દશા અને મધ્યમ અપ્રમત્ત સ્થિતિનો અનુભવ થયો હતો. એમણે મહાન યોગ સાધના દ્વારા આત્માનુભવ કરીને જન સાધારણને ઉપદેશરૂપે કેટલીક રચનાઓ કરી છે. ‘સ્વરોદય’ કાવ્ય રચના એમની યોગ સાધનાનો પરિચય કરાવે છે. એમનું મૂળનામ કર્પૂરવિજય હતું. એમની મુનિજીવન શૈલી ઉપરથી ચિદાનંદજી નામથી જૈન સમાજમાં અમરકીર્તિ પામ્યા છે.
એમની કૃતિઓમાં સ્વરોદય, પુદ્ગલ ગીતા, પ્રશ્નોત્તર રત્નમાળા, સવૈયા, દુહા, આધ્યાત્મિક પદો, સ્તવન, અધ્યાત્મ બાવની (ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ) દયા છત્રીશી, પરમાત્મ છત્રીથી, વગેરનો સમાવેશ થાય છે. એમની કૃતિઓ ગુજરાતી ભાષામાં હોવા છતાં હિન્દી ભાષાનો પણ પ્રભાવ પડયો છે. એમની વાણીમાં યોગાનુભવનો રણકાર છે વળી અર્થગંભીર ને રહસ્યમય છે. તેમાંથી શાસ્ત્રજ્ઞાન, અષ્ટાંગ યોગ અને અધ્યાત્મ વિદ્યાના વિચારો જાણવા મળે છે.
૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org