________________
આમ કવિએ કામદેવની અસરનું સુરેખ સવિગત એક ચિત્ર દોર્યું છે. આ પ્રસંગે જૈન સાધુ કવિ એવી ધુતારી નારીની નિંદા કરે તે સ્વાભાવિક છે. કવિએ નારી વિશે બોધાત્મક વચનો ઉચ્ચાર્યા છે :
જગ ધુતારી નારી, બારી નરકની એહ, મુહ મીઠી ન ધીઠી, માંડે નેહ અનેક; કપટકલા બહુ કેલવે, મેલવે માયાપાશ, નિજ વસ પાડે ભમાડે, નરને દેઈ આસ. નરતણું ચિત્ત પ્રહરાય લેવે, આપરો ચિત્ત કોઈને ન દેવે; તેહ ભણી દુઃખ તણી ખાણ નારી, તત્ત્વદૃષ્ટિ કરી એહ વિચારી.
આ પંક્તિઓ કવિ ક્યા પક્ષે છે તે સ્પષ્ટ કરી દે છે. એમનો આશય કામભોગ તરફથી દૃષ્ટિ હઠાવી તત્ત્વ તરફ દૃષ્ટિ કરવાનો છે. એ માટે જ તેઓની લોકોને, વિશેષતઃ સાધકોને ભલામણ છે. એટલા માટે જ નારીને કારણે પતિત થયેલા મહાત્માઓના સુપ્રસિદ્ધ દૃષ્ટાંતો તેઓ આપે છે. અહંન્નકમૂનિ, અષાઢાકુમાર નંદીષેણ જેવા મહાત્માઓ, ચક્રવર્તીઓ વગેરે ઉપરાંત ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નારીનું રૂપ જોઈ ચલિત થયા છે એ કવિએ દર્શાવ્યું છે.
આમ મોહનું પ્રાધાન્ય ઘણું ભયંકર હોય છે. પરંતુ જિનેશ્વર ભગવાને મોહના મદને વશ કર્યો હતો. પાર્શ્વનાથ ભગવાન આગળ નિવેદન કરતાં કવિ કહે છે કે પોતે પણ પૂર્વે મોહના પાશમાં જકડાયા હતા, પરંતુ એની વાત કરતાં લજ્જા ઊપજે છે. તેઓ પ્રાર્થે છે હે પ્રભુ તમારા શરણે આવવાથી મારો ઉદ્ધાર થયો છે, મને સમતિ આપજો. આમ આ ફાગુકાવ્ય કવિના આત્મ નિવેદનમાં પરિણામે છે. કવિની ભાષા સરળ છે અને વિચારો સુસ્પષ્ટ છે. કાવ્યમાં વસંતવર્ણન નથી કે વન કેલિનું નિરૂપણ નથી. માત્ર કામદેવની અસરની અને નારીના મોહકરૂપની વાત એમાં છે. અને એનાથી દૂર રહેવાની ભલામણ છે.
આપણા ફાગુ કાવ્યોમાં આ પ્રકારનાં કેટલાક બાંધાત્મક ફાગુકાવ્યોની જુદી જ લાક્ષણિક્તા રહેલી છે. ગીતા એ તત્ત્વજ્ઞાન સૂચક શબ્દ છે તે અર્થમાં આ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર મોહનીય કર્મના ઉદયથી પરિભ્રમણ કરતા આત્માને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને મુક્તિ મેળવવામાં ઉપકારક છે. એમ સિદ્ધ થાય છે.
rou
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org