________________
૩૫૦ ગાથાનાં સ્તવનો, શ્રી જંબુકુમાર રાસ, અમૃત વેલની સજઝાય વિશેષ લોકપ્રિય છે. એમની ગુજરાતી કૃતિઓ ૫૪ જેટલી પ્રાપ્ત થાય છે. એમનું સમગ્રજીવન શ્રુતજ્ઞાનોપાસનાના આદર્શ દૃષ્ટાંતરૂપ છે. પૂ.શ્રીને આનંદઘનજીયોગી, જ્ઞાનવિમલસૂરિ, અને સત્યવિજયજી પંન્યાસ જેવા મહાન મહાત્માઓનો સંપર્ક થયો હતો અને આ સંપર્કથી સત્સંગ કરીને જીવન ધન્ય બનાવ્યું હતું. એમની સંસ્કૃત કૃતિઓ પણ અનેરો આસ્વાદ કરાવે છે. જ્ઞાનની જયોતને ઝળહળતી રાખવા માટે ચતુર્વિધ સંઘને એમનું સંસ્કૃત અને ગુજરાતી ભાષાનું સાહિત્ય અનન્ય ઉપકારક છે.
૨. જિનગીતા (જ્ઞાનસાર)
ન્યાયાચાર્ય અને ન્યાય વિશારદ શ્રી યશોવિજયજી ઉપા. સંસ્કૃત અને ગુજરાતી ભાષાના ગ્રંથોમાં અધ્યાત્મ જ્ઞાનના વારસાનું નિરૂપણ કર્યું છે.
જૈન ગીતા સાહિત્યમાં એમની જિનગીતા-જ્ઞાનસારની રચના અધ્યાત્મવાદના વિવિધ વિષયોને સ્પર્શે છે. ‘જ્ઞાનસાર' એ નામથી આ ગ્રંથ સાધુ-સાધ્વી અને અધ્યાત્મપ્રિય વર્ગમાં અતિ લોકપ્રિય બન્યો છે અને તેના એક એક શ્લોકના ચિંતન અને મનનથી આત્મજાગૃતિની વસંતનો વૈભવ ખીલી ઊઠે છે. આગમ શાસ્ત્ર અને ષડ્દર્શનના પ્રકાંડપંડિત કવિશ્રીએ જૈન ધર્મના સારભૂત વિચારોનું દોહન કરીને ગીતામાં સંચય કર્યો છે. સ્તોત્ર સાહિત્યમાં ‘અષ્ટક' શબ્દ પ્રયોગ વિશેષ રીતે પ્રયોજાય છે. અહીં કવિએ તત્ત્વજ્ઞાનના વિચારોની અભિવ્યક્તિ આઠ શ્લોકમાં કરી છે. એટલે અષ્ટક એમ પ્રત્યેક વિષય સાથે તેનો પ્રયોગ થયો છે. સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ છંદની પ્રવાહી શૈલીમાં ૩૨ અષ્ટકની રચના કરી છે. વિષયની માહિતી નીચે મુજબ છે.
પૂર્ણાષ્ટક, મગ્નાષ્ટક, સ્થિરતા, મોહત્યાગ, જ્ઞાન, ક્ષમા, ઈન્દ્રિયવિજય, ત્યાગ, ક્રિયા, તૃપ્તિ, નિર્લેપ, નિસ્પૃહ, મૌન, વિદ્યા, વિવેક, માધ્યસ્થ, નિર્ભય, અનાત્મશંસ, તત્ત્વદૃષ્ટિ, સર્વ સમૃદ્ધિ, કર્મવિપાક, ભવ, ઉદ્વેગ, લોકસંજ્ઞા, શાસ્ત્ર, પરિગ્રહ, અનુભવ, યોગ, નિયોગ, પૂજા, ધ્યાન, તપ, અને સર્વનયાશ્રયણ એમ ૩૨ વિષયો અંગેના વિચારો વ્યક્ત કર્યા છે.
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org