________________
કવિએ ઉપસંહારમાં જણાવ્યું છે કે આ પ્રકારના વિચારો જે મુનિ આત્મસાત કરશે તેનો આત્મિક મહોદય થશે એટલે આત્માની ઊર્ધ્વગતિમુક્તિ સુખની પ્રાપ્તિ કરશે.
અત્રે ઉદાહરણરૂપે કેટલાક શ્લોકો રસાસ્વાદ માટે નોંધવામાં આવ્યા છે. પૂ. બંધુ યુગલ દ્વારા (ગણિ મુક્તિચન્દ્રવિજય, ગણિ મુનિચન્દ્રવિજય) જ્ઞાનસારનો ગુજરાતીમાં અનુવાદ પ્રગટ થયો છે. તેનો અભ્યાસ કરવાથી સંસ્કૃત નહિ જાણકાર વર્ગને વિશેષ માહિતી મળી શકે તેમ છે.
કવિની જિન ગીતાનો પરિચય કરાવવા માટે કુમાર જયકીર્તિએ સંપાદન કરેલ જિનગીતા જ્ઞાનસાર સમશ્લોકી અનુવાદ અને સ્પષ્ટાર્થ સાથે પ્રગટ થયેલ છે તેનો આધાર લેવામાં આવ્યો છે. આત્માર્થી રસિકવર્ગને માટે સમશ્લોકી અનુવાદ અને અર્થ ગીતાના અધ્યયનમાં સહજ રીતે ઉપયોગી નીવડે તેમ છે.
શ્લોકોનો પરિચય स्थिरता वाड्मन: कायैयेषामङगाडिगतांगता ।
योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवानिशि ॥ ५॥ જે યોગીઓ મન, વચન અને કાયાથી સ્થિરતા સાથે અંગાંગી ભાવ પામ્યા છે, સ્થિરતામય થયા છે, તેમને મન વન કે ગામ, દિવસ કે રાત (સુખ કે દુઃખ કે સંસાર) બધું એક સરખું છે. પાન. ૨૧
निष्कासनीया विदुषा स्पृहा चित्तगृहाद् बहिः ।
अनात्मरतिचाण्डाली सड्गमड्गीकरोति या ॥४॥ વિદ્વાન પુરુષોએ આ સ્પૃહાને મન ઘરમાંથી બહાર કાઢી મૂકવી કારણકે પુદ્ગલ-રતિ ચાંડાલી સાથે એના સખીપણાં છે. (જે આત્માની કુલવટને પોસાય નહીં) પાન. ૯૨
शासनात् त्राणशत्केश्व बुधैः शास्त्र निरुच्यते ।
वचनं वीतरागस्य ततु नान्यस्य कस्यचिन् ॥ ३॥ શાસન એટલે હિત શિક્ષાથી જે સંસાર સામેત્રાણ – રક્ષણ આપે છે એ જ શાસ્ત્ર કહેવાય છે. એવી શાસ્ત્રની શાબ્દિક વ્યુત્પત્તિ માત્ર સર્વગુણ સહિત કેવલજ્ઞાની વીતરાગના વચનમાં જ ઘટે છે. અન્યના વચનને શાસ્ત્ર
m
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org