________________
એમની સમગ્ર રીતે વ્યાપ્તિને કારણે વ્યંજન પણ અરિહંત વાચક છે. ચિત્તનું સૂક્ષ્મ કંપન સ્કૂલ રૂપમાં વર્ણમાતૃકા દ્વારા પ્રગટ થાય છે. ચિત્તમાં જેવા ભાવ ઉત્પન્ન થાય છે તેવો વર્ણ માતૃકાનો ઉદ્ભવ થાય છે. વર્ણમાતૃકાના બધા સ્વરો અને વ્યંજનો મનના ભાવમાં રહેલા છે.
અધ્યાય - ૩પ
વર્ણમાતૃકામાં લોક સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે ભગવાનની વર્ણમાતૃકામાં લોકસ્વરૂપનો સમાવેશ થાય છે તે સમજાવો.
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે વર્ણમાતૃકાના અક્ષર અલોકવાચી છે. લ “ઉર્ધ્વલોક તથા અધોલોક રૂપાત્મક લોકસ્વરૂપ છે. “લ ભૂમિનું બીજ છે. માટે આ અક્ષર રાક્ષસ વાચક છે. “પ” થી “વ” સુધીના ૮ વર્ણો વ્યંતરદેવોના ૮ પ્રકારના સમૂહવાચક છે. પ.ફ.બે.ભ માં મનુષ્યના ચાર વર્ણોનો સમાવેશ થાય છે. તેવી રીતે ત, થ, દ, ધ માં તારા, નક્ષત્ર, સૂર્ય, ચન્દ્ર એમ ચાર પ્રકાશક છે. દરેક વર્ગનો પાંચમો અનુસ્વાર વર્ણ અર્હદ્ વાચક છે. ક થી દ સુધીના ૧૨ વર્ણો ૧૨ સ્વર્ગલોકના સમૂહવાચક છે. આ પ્રકારે સ્વરો પણ નવ રૈવેયકનું સ્વરૂપ સમાયેલું છે. ત્યાગ વિસર્ગરૂપ છે. રેફ અગ્નિરૂપ છે. નમઃ શબ્દમાં રેખાઓના અંકન થી ૨૫ તીર્થકરોનો આભાસ પ્રગટે છે. આ અધ્યાયમાં નમ: શબ્દની. વિશિષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. વિનયવિશિષ્ટ નય, સમ્ય, જ્ઞાન, વિનય, ભક્તિ-સમ્યક, દર્શન, તથા વિનયવ્રત - સમ્યક્રચારિત્ર છે. અહીં માતૃકામાં લોકાલોક દ્વારા અહંની વ્યાપ્તિ દર્શાવી છે.
અધ્યાય - ૩૬
સદાચાર ધર્મનું સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે વિવિધ શાસ્ત્રો દ્વારા ધર્મની એકતા સિદ્ધ થતી નથી માટે કૃપા કરીને ધર્મ તત્ત્વનું સ્વરૂપ સમજાવો.
શ્રી ભગવાને છંદ શાસ્ત્રાનુસાર ગણોના સંદર્ભથી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. લઘુતાથી પ્રભુતા મળી શકે છે. અહિંસા ધર્મ સર્વોત્તમ છે. પર |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org