________________
અધ્યાત્મ જ્ઞાનનું એ લક્ષ છે કે તેના હોવાથી આત્મા વૈરાગી બને છે અને આ અધ્યાત્મ સુધારસનું પાન કરવાથી વિષય-કષાયો ઉલટા થઈ જાય છે. અર્થાત્ વિષય-કષાયોથી આત્મા મુક્ત થાય છે. (ત્યાગ કરે છે.)
અધ્યાય - ૨ जीवयोनिषु मानुष्यं मुख्यं तत्र सुबोधिता ।
तत्रापि केवलंज्ञानं तच्चित्तं परमर्हति ॥ ७॥ સમસ્ત જીવયોનિઓમાં મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય જન્મમાં સત્વજ્ઞાનનું મહત્વ છે. એક સત્વજ્ઞાનમાં કેવલજ્ઞાન મુખ્ય છે. આ કેવળજ્ઞાન અર્હદ્ ભગવાનમાં છે.
અધ્યાય - ૩ ज्ञानादानं तपः शीलं पूजा ध्यानं च भावना ।
क्षणात्मोक्ष फलं दत्ते नामृतं ज्ञानतः परम् ॥ ९॥ જ્ઞાનના પ્રભાવથી દાન, તપ, શીલ, પૂજા, ધ્યાન અને ભાવના એક ક્ષણમાં મોક્ષફળ પ્રદાન કરે છે. માટે સંસારમાં જ્ઞાનથી ઉત્તમ બીજું કંઈ નથી. જ્ઞાન સિવાય બીજું કોઈ અમૃત નથી, જ્ઞાન અમૃત છે.
અધ્યાય - ૪ युक्ताहार विहाराद्यैः समितिनां प्रवर्तनैः ।।
निवर्तनैः कषायादे, ज्ञानाच्चरण मद्भुतम् ॥ ६॥ ઉપયોગપૂર્વક આહાર વિહાર કરવાથી પાંચ સમિતિઓને જીવનમાં ઉતારવાથી (આચરણ કરવાથી) તથા કષાયોને દૂર કરવાથી ચારિત્ર અદ્ભુત બને છે.
ज्ञानदानेडक्षयं ज्ञानं सुदर्घ्यद्रढ दर्शनात् ।।
प्राणातिपातद्रिते-रेव सिध्धेडक्षय स्थितिः ॥ १७॥ જ્ઞાનનું દાન કરવાથી અક્ષયજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દૂઢ શ્રદ્ધાથી સમકિત નિર્મળ થાય છે. અહિંસાનું પાલન કરવાથી સિધ્ધપદમાં અક્ષયસ્થિતિ પ્રાપ્ત થાય છે.
પ૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org