________________
પૂનમ સુધીની તિથિઓ એ મનની અવસ્થાઓ છે. મનની એક્તામાં પડવો છે. દ્વિત્વ ભાવનામાં બીજ છે. તેવીજ રીતે મનની અવસ્થાઓના બાર માસ અને સાત વારનો સંદર્ભ દર્શાવ્યો છે. શ્રુતધર્મની ભાવના શ્રાવણ માસ, શાસ્ત્રનું ચિંતન ભાદરવો માસ, ધર્મકર્મ અને કલ્યાણ માટે આસો માસ છે. આવી જ રીતે સાતવારનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે ભોજનની ઇચ્છા થાય એટલે સૂર્યોદય-રવિવાર જાણવો. શાંત સ્વરૂપ એ સોમવાર છે. નક્ષત્રો દ્વારા પણ શરીર અને મનની સ્થિતિ જણાવી છે. ધર્મ સંચય માટે ભરણી નક્ષત્ર છે. વ્રત અને તપશ્ચર્યા માટે કૃતિકા નક્ષત્ર છે. આ રીતે મનની સ્થિતિનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ કર્યું છે.
ગૌતમસ્વામીએ વી ભગવાનને પૂછયું કે આયુર્વેદ શાસ્ત્રમાં ઈંડા પિંગલાદિ નાડીઓથી તથા જયોતિષ-શાસ્ત્રમાં દશ નાડીઓથી ભૂતકાળ અને ભવિષ્ય કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો મનથી ભૂત-ભવિષ્યનું જ્ઞાન કેવી રીતે કહેવાય છે?
અધ્યાય - ૧૪ મનોજયનો ઉપાય
ભગવાને ઉત્તર આપ્યો કે નાભિમંડળમાં રહેલો નાડીઓનો સમૂહ મનચક્રનું સંચાલન કરે છે. પ્રાણાયામ, ધ્યાન અને આત્મભાવનાથી મનને શરીરમાં જયારે વાયુનો પ્રકોપ થાય છે ત્યારે બ્રહ્મ દ્વારમાં લીન ક૨વામાં આવે છે. ચિત્તની મલિનતા, સ્થિરતા અને ભયનો અનુભવ થાય છે. પિત્તના ઉદયથી ચંચળતા અને સાહસના પરિણામ થાય છે. આઠકર્મોથી શરીરમાં વાત-પિત્તના રોગો ઉત્પન્ન થાય છે માટે અભ્યાસપૂર્વક મનના ભાવોને જાણીને સતત પ્રયત્નો કરી મનને સ્થિર કરવું જોઈએ. ઊર્ધ્વગતિથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. મનની શુદ્ધિ અને વશીકરણનો એકમાત્ર ઉપાય જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. મન સત્લાનથી પૂર્ણ છે. જ્ઞાન એ મોક્ષનું મુખ્ય કારણ છે. કષ્ટ સાધ્ય ક્રિયા કરવા છતાં પણ જ્ઞાન વગર મોક્ષ નથી. આ જ્ઞાન મનની સાથે બુદ્ધિના વિકાસ માટે બને છે. માટે અનિત્યાદિ બાર ભાવનાઓથી મનને નિર્મળ કરવું જોઈએ.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org