________________
થાય છે. માતૃકા પ્રથમ દૃષ્ટિએ નાભિમાં અવ્યક્ત છે. પણ ત્યારપછી લખવાથી વ્યક્ત થાય છે. આ માતૃકાનો સાર “ૐ” છે. તેની નીચેની ગ્રંથીઓ નાગલોક મનાય છે. ઊંચી રેખાકૃતિ અગ્નિ મુખવાળી હોવાથી તે સ્વર્ગ સમાન મનાય છે. “ૐ” આકારની એક રેખા આત્મા અને બીજી રેખા પરમાત્માનું સ્વરૂપ દર્શાવે છે. આ પ્રમાણે બે રેખાઓ વ્યક્ત અને અવ્યક્ત રૂપમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું છે. આ અધ્યાયમાં “ૐ” આકારની એક રેખા આત્મા અને બીજી રેખા પરમાત્માનું સ્વરૂપ છે. આ પ્રમાણે બે રેખાઓ વ્યક્ત અને અવ્યકત રૂપમાં અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. તેમાં “ૐ” કારનું પૂર્ણ સ્વરૂપ અને અન્ય દર્શનોના વિચારો માતૃકાના રૂપમાં સમજાવવામાં આવ્યા છે.
અધ્યાય - ૩૦. “અકારથી વીતરાગનો સ્વીકાર શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે “ૐ” કારનો પ્રથમ અક્ષર “ઉ” કાર છે તો “અ”કારથી અરિહંત, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે મનાય છે તો કોનું ધ્યાન ધરવું જોઈએ ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે અરિહંત સિદ્ધ સ્વરૂપ છે. એમને ઘડપણ અને મરણ નથી માટે તે અવ્યાબાધ છે “ૐ કાર અર્પદ્ વાચક છે તેના સંવૃત્ત અને વિવૃત્ત ૨૪ ભેદ છે. એટલે અરિહંતો ઋષભદેવાદિ ૨૪ છે. આ ‘ૐ કાર નાભિમાં અવ્યક્ત નિરાકાર છે. અને લખવાથી તે વ્યક્ત થાય છે. નાભિરાજાથી ઉત્પન્ન થયેલા આદિનાથથી વર્ણ વ્યવસ્થા પ્રારંભ થઈ છે. “ૐકારમાંથી સંપૂર્ણ માતૃકાની વ્યવસ્થા ઉત્પન્ન થઈ છે. આ “ૐકાર સ્વભાવથી શ્વેત છે. પણ તેને કૃષ્ણ કહેવો યોગ્ય નથી. જ્ઞાનમયતાને કારણે વિષ્ણુ અથવા અરિહંત ભગવંતમાં જગત વ્યાપ્ત છે. આ વ્યાપ્તિ બીજા કોઈપણ દેવોમાં માનવામાં આવતી નથી. માટે આદિદેવ અરિહંત ઋષભદેવને ગ્રહણ કરવાના છે તથા “મ” થી મહાવીરસ્વામી માનવાના છે. આ પ્રમાણે “ૐ નમઃ કહેવાથી ૨૪ તીર્થકરોને નમસ્કાર થાય છે. “ૐ” કાર પૃથ્વી તત્ત્વરૂપે માનવામાં આવે છે. તેની સિદ્ધિ માટે અરિહંતની ઉપાસના કરવી જોઈએ.
[૪૯
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org