________________
અધ્યાય - ૧૭
વાસનાઓ ઊર્ધ્વગતિમાં બાધક છે.
શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે ભગવાન ! આ સંસારમાં તત્ત્વની રીતે એક્તા હોવા છતાં વિધેય અને અવિધેય શું છે ? સંસારમાં બંને પ્રકારની ગતિ જોવા મળે છે તો તેનું કારણ જણાવો ?
શ્રી ભગવાને જવાબ આપ્યો કે દરેક સાધકો ઉપાધિરહિત સાધનાનો પ્રયત્ન કરે છે. પરબ્રહ્મની પ્રાપ્તિમાં અનંત ઇચ્છાઓ બાધારૂપ છે એટલે તેનો નાશ કરવો જોઈએ. માયા પણ બ્રહ્મનોજ વિસ્તાર છે. તેના પ્રપંચથી આત્મામાં ઇચ્છાઓની વૃદ્ધિ થાય છે. તેમાંથી નિવૃત્ત થવા માટે ઉત્પાદ અને વ્યયની ભાવના ભાવવી જોઈએ. નિશ્ચય નયથી તો તત્ત્વ સરૂપે એકજ છે પણ વ્યવહા૨ નયથી બે પ્રકાર છે. દા.ત. લોક-અલોક, જીવઅજીવ, પર-અપર, રૂપી-અરૂપી, જડ-ચેતન, પ્રત્યક્ષ-પરોક્ષ વગેરે તત્ત્વ દૃષ્ટિ સંપન્ન લોકો પૃથકત્વ વિચારથી ઇચ્છાઓનો નાશ કરવા માટે શ્રુતજ્ઞાનનું આલંબન લેવું જોઈએ. ચેતન અચેતન પદાર્થોના જુદા જુદા પર્યાયોનું ચિંતન કરવું જોઈએ. બાહ્ય વ્યવહાર, ભક્ષ્યાભક્ષ અને અત્યંતર જીવનમાં બાર ભાવનાઓ ભાવવી જોઈએ. પુણ્યશાળી આત્મા તો બ્રહ્મનોજ આસ્વાદ કરે છે.
અધ્યાય
૧૮
ઉત્કૃષ્ટ આચાર સ્વરૂપ
૧૮મા અધ્યાયમાં ૧૭મા અધ્યાયની સાથે અનુસંધાન થયેલું છે. આ વિવેચન ક્રિયા વિશેનું છે.મોક્ષ પ્રાપ્તિ માટે ફક્ત ક્રિયા કે ફક્ત જ્ઞાન ઉપયોગી નથી. વિચક્ષણ પુરૂષોએ જ્ઞાન અને ક્રિયાના સમન્વયવાળા આચરણથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ જણાવ્યું છે આર્ત અને રૌદ્રધ્યાન દૂર કરીને ધર્મ અને શુકલ ધ્યાનનો અભ્યાસ યમ-નિયમાદિ દ્વારા પાંચ પ્રકારના યોગ આચરણથી કરવો જોઈએ. ધર્મ ક્રિયાઓનું મહત્વ સમજવું આવશ્યક છે. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આચરણમાં વિભિન્નતા
૪૨.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org