________________
હોવાથી અધોગતિ થાય છે.
કર્મોનો નાશ થવાથી પુદ્ગલનો ભાર ઓછો થાય છે. જે મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું ફળ મળે છે. શુભ ધ્યાનથી અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુદ્ગલનો સ્વભાવ માયાવી શક્તિ ઉત્પન્ન કરવાનો છે. માયા સ્ત્રીરૂપ છે એટલે વામાંગી કહેવાય છે. જેઓ તેના દાસ બનીને સેવા કરે છે તેમ છતાં પણ તે માયારૂપી સ્ત્રી પુરૂષનો ત્યાગ કરીને બીજાનું સેવન કરે છે, સ્ત્રી એ સંસારનું મૂળ છે. તેની પ્રકૃતિ ભોગ તરફ આકર્ષિત છે. માટે જ્ઞાની પુરૂષોએ પુરૂષાર્થ દ્વારા ધર્મની આરાધના કરવી જોઈએ. જ્ઞાની અને વૈરાગી એ સંસારમાં પુરૂષોત્તમ કહેવાય છે. જ્ઞાન અને દાનની એક બીજા સાથે શત્રુતા નથી. સરસ્વતી ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનને પ્રેમ કરે છે. જ્યારે અનાસક્તિ ચૈતન્યની પ્રિયતમા છે. જો જ્ઞાન પુરૂષને મોહાંધ બનાવે તો લક્ષ્મી તેની વૈરી બને છે. જે પુરૂષમાં અજ્ઞાનતા, મિથ્યા જ્ઞાન અને જડતા છે તેનો સરસ્વતી ત્યાગ કરે છે.
સંસારમાં સમભાવયુક્ત ધર્મ બધી કામાનાઓ પરિપૂર્ણ કરે છે. આ સવાર્થ સિદ્ધિ છે. આવો માણસ પરમેશ્વરના અવતાર સમાન સાધુ પુરૂષ છે. રાગ એ સંસારનું કારણ છે. પણ તેના માટે દ્વેષ કરવો તેવો હેતુ નથી. રાગ અને દ્વેષથી મુક્ત વીતરાગ ભાવ આ સંસારમાં ધર્મસંમત છે. તેનાથી સંસાર જાણી શકાય છે. વીતરાગની આરાધના તત્વ જ્ઞાનનો સાર છે. અને તે જ ધર્મ છે.
અધ્યાય
૧૦
સાત નયથી ધર્મ પ્રકાશ
Jain Education International
-
એકત્વની ભાવનાથી વિવિધ પ્રકારના સંસાર તરફ દૃષ્ટિ કરવી જોઈએ પરંતુ વિષમતામાં સમતા કેવી રીતે જોઈ શકાય છે. ?
શ્રી ભગવાને જવાબ આપ્યો કે સમતા ધર્મનું મૂળ હેય (ત્યાગ) અને ઉપાદેય (ગ્રહણ કરવું)નો વિવેક છે. ચિત્તમાંથી રાગ દ્વેષ દૂર થાય એટલે વિવેકદૃષ્ટિનો ઉદય થાય છે. આ દૃષ્ટિ ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્તિ થાય ત્યાં સુધી પૂર્ણ બને છે. કેવળજ્ઞાની જ સર્વ પદાર્થોનું સ્વરૂપ પૂર્ણ પણે જાણે છે. મનુષ્યનો વિચાર સમ્યક્ હોય તો જ્ઞાન સાચું હોય છે માટે વિચારોને
For Private & Personal Use Only
૩૭
www.jainelibrary.org