________________
૧૩
મુસાફર ! તૂ ભી અપને કાનાંસે ગફલતકી રૂઈ નિકાલ ડાલ. તાકિ તુઝે મુદે ક્રી આવાજ સે મિલને વાલી નસીહત હાંસિલ હૈા સકે.”
મડદાના અવાજમાંથી મળતી એધ-શિક્ષા આપણે કયારેય પણ સાંભળતા નથી. જે એને સાંભળી લે છે તેનું જીવન રૂપાન્તરિત થઈ જાય છે.
આ બધા પ્રાણાના અન્તરતમને સ્પનારા સરળ સત્ચાના ઇશારા આ પ્રવચનમાં પાર્ટીને ડગલે અને પગલે મળ્યા જ કરશે. મારી કલ્પના અને સમજણુ પ્રમાણે પ્રસ્તુત પ્રચના આજ સુધી પ્રકાશિત થએલા અનેક. પ્રવચનકારોના પ્રવચના કરતાં નવી દિશા અને નવા આયામાને અદ્યતન રીતે સંસ્પર્શ કરનારા પ્રતીત થશે.
વાંચકે આ પ્રવચનેાના નિમિત્તથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની નવી દિશામાં ગતિ કરતા થાય અને પરમાત્મભાવના ગૌરીશંકરને સ્પર્શી સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવની ઉપલબ્ધિથી નૃત્યકૃત્યતા અનુભવે એ જ આંકાક્ષા અને અભીપ્સાની મંગળ ભાવના સાથે મારૂ` સ`પાદક યુ” સમાપ્ત કરું છું.
શ્રી જૈન વિદ્યાલય વડિયા (સૌરાષ્ટ્ર) વિ. સ. ૨૦૩૩ માગસર સુદ્ઘ ૧૦ દીક્ષા રજત જયંતી
વિનયાવનત ૫. રાશનલાલ આર. જૈન