Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ સકલ સંઘ સન્માર્ગદર્શક વિશ્વવંદનીય પ્રત્યુષ સ્મરણીય વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ પરમ ગુરૂદેવ આચાર્યદિવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદ પૂજ્યપાદ પરમોપકારી પરમતપસ્વી વૈરાગ્ય દેશના દાતા અગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર તથા વાત્સલ્યનિધિ મધુર પ્રવચનકાર પૂજ્યપાદ ગુરૂદેવ પંન્યાસપ્રવરશ્રી ગુણશીલ વિજયજી ગણિવરનો સતત વાત્સલ્યભાવ તેમજ પરમોપકારી મધુરભાષી પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ વિજયજી મહારાજનું મમતાભર્યું માર્ગદર્શન તેમજ તેઓશ્રીના જ સુચારૂ સંપાદન તળે આ પુસ્તિકાનું સંયોજન થઇ રહ્યું છે. પ્રસ્તુત પુસ્તિકાના પ્રાણભૂત તેઓશ્રી છે એમ કહીએ તો પણ ઓછું જ છે. પ્રસ્તુત પુસ્તિકાનું સંમાર્જન કરવામાં પૂજ્યપાદ પ્રભાવક પ્રવચનકાર વાત્સલ્યવારિધિ આ.ભ. શ્રીમવિજય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજાએ પણ પોતાનું જ કાર્યમાની સંશોધન કરી પ્રસ્તાવના લખી આપી છે. એ બદલ તેઓનો પણ ઉપકાર ભૂલી શકાય તેમ નથી. બાળકોથી માંડીને મોટેરા સુધી બધાને કથાપ્રવાહની સાથે સાથે ચિત્રોનું પણ અનેરું આકર્ષણ રહે છે. પ્રસ્તુત પુસ્તિકામાં સમરાદિત્ય ચરિત્રના નવે ભવોના ચૂંટલા રોચક પ્રેરક પ્રસંગોને ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યા છે. | પ્રાંતે - વર્તમાનમાં પુદ્ગલાનંદી જીવોને આનંદદાયક અનિષ્ટ સાહિત્યનો થોક પ્રચાર થઇ રહ્યો છે ત્યારે આવા મહાપુરૂષના જીવન કવનને જાણીને કષાયોનો ત્યાગ કરી ઉપશમરસની ગંગામાં પાવન બની શીધ્રાતિશીઘ શાશ્વત ગતિના ભોક્તા બનીએ એજ મનોકામના... આ કાર્યમાં જે કંઈ ક્ષતિ ત્રુટિ રહી ગઈ હોય પાઠક ગણ ક્ષમા કરે એજ અભિલાષા સહ મુ. હર્ષશીલવિ. મહા વદ 14 (પૂજ્યપાદ પરમતારક પરમગુરૂદેવશ્રીજીના સાતમી માસિક તિથી) વિજય રામચન્દ્રસૂરીશ્વરજી પ્રવચન ખંડ હજારીબાગ વિક્રોલી (વેસ્ટ), મુંબઇ-૮૩.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 168