________________
૧૮
૨. વૃદ્ધિાર [ ગાથા ૯ બેદરકારી રાખવાથી રાષ * “એ બધા કરતાં પણ, દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિ થવામાં ખાસ વિશેષ પ્રકારે કારણભૂત ઉઘરાણી કરવાની તે કાળજી ખૂબ રાખવી જોઈએ.”
એટલા માટે, સાર-સંભાળ રાખનારાઓએ દેવદ્રવ્યાદિકની ઉઘરાણી , પિતાના ધનની ઉઘરાણી માફક જરાપણ બેદરકારી રાખ્યા વિના-અભગ્ન ચિત્તથી કરવી જોઈએ. જે તેમ કરવામાં ન આવે, અને વધારે વખત થઈ જાય, તેવામાં દુકાળ પડે (લડાઈ વગેરેથી) દેશની છિન્ન-ભિન્નતા થાય, દુઃખી અવસ્થા આવી પડવી, વગેરેને સંભવ થવાથી, ગમે એટલી મહેનત કરવા છતાં પણ તે નાણાં પાછા ન આવે. તેમ થવાથી (દેવદ્રવ્યાદિના) વિનાશ કરવા માટે દેષ લાગી જાય છે.
જેમ મહેન્દ્રપુરના શ્રાવકેમાં બન્યું હતું
મહેન્દ્રપુર નગરમાં અરિહંત ભગવાનના દહેરાસરમાં ચંદન, નૈવેદ્ય, ફુલ, ચોખા વગેરે માટે દેવ-દ્રવ્યની ઉઘરાણું કરવા શ્રી સંઘે સાર-સંભાળ કરનારા ચાર શ્રાવકેને નિયુક્ત કર્યા હતા. તેઓ સારી રીતે સાર-સંભાળ કરતા હતા. કેટલાક દિવસો બાદ ઉધરાણી કરતી વખતે જેવા તેવા વચન સાંભળવા વગેરેથી મનમાં દુઃખી થઈ (કંટાળી જઈ) મુખ્ય સાર-સંભાળ કરનાર પિતે જ કાળજી રાખવામાં ઢીલા થઈ ગયા હતા. તેથી બીજા પણ ઢીલા થઈ ગયા. કારણ કે –
“મુકયા-6નુયાયિની ચવદવા ”
“પાછળના લોકે હમેશા મુખ્ય કામ કરનારને અનુસરનારા હોય છે.” : તેવામાં અકસ્માત દેશની છિન્ન-ભિન્નતા વિગેરે થવાથી દેવ-દ્રવ્ય ઘણું નાશ પામ્યું.
તે કારણે, બળ અને શક્તિ છતાં પ્રમાદથી તે છુપાવી રાખવાથી, પાપની પરંપરા ચાલવાથી તે (આગેવાન શ્રાવક) અસંખ્યતા ભવ સુધી સંસારમાં ભમ્યા હતા.” * આ રીતે–
દેવાદિક માટે શ્રાવકાદિકથી મળવાનું દ્રવ્ય તરત જ ઉઘરાણી વિગેરે કરીને ઉત્સાહ પૂર્વક સુ-શ્રાવકે એ મેળવી લેવું જોઈએ. અને પિતાને પણ દેવાદિક દ્રવ્યનું કંઈ પણ દેવું હોય, તે જાતે પણ તરત જ આપી દેવામાં ક્ષણવાર પણ ઢીલ કરવી ન જોઈએ.
વિવેકી પુરુષોએ બીજાને દેવાનું હોય, તે દેવામાં પણ સર્વ પ્રકારે વિલંબ કરવાનું નથી, તે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વિગેરે દેવાની બાબતમાં તે પુછવું જ શું? (ઢીલ થાય જ કેમ?)
એ પ્રમાણે છે, તેથી, જેણે જ્યારે જેટલા ધનથી માળ પહેરવી વગેરેમાં જે કાંઈ (કબુલ) કર્યું હોય, તેને લગતું દેવાદિનું દ્રવ્ય જે કાંઈ આપવાનું