________________
૧૬૨ ]
તે સિવાયના અર્થ અને કામને માત્ર અર્થ અને કામ જ કહી શકાય છે, પરંતુ બન્નેયને પુરુષાર્થ તરીકે કહી શકાતા નહિ. અર્થ પુરુષાર્થની વ્યાખ્યા
તે તે પ્રકારના દરેક ધંધાને લગતા-ધર્મને લક્ષ્યમાં રાખીને-ધર્માનુકૂળ ખાસ ખાસ નિયમો-ધોરણ-વિગેરે-તે તે ધંધાની નીતિ કહેવાય. અને તે નીતિ પ્રમાણે વર્તન રાખીને તે તે ધંધા કરવા, અને અર્થતંત્રને લગતા બીજાં પણ કાર્યો કરવા, તે અથ–પુરુષાર્થ કહેવાય છે.
- કામ-પુરુષાર્થ તે કહેવાય છે, કે–જેમાં માર્ગનુસારી (પણાથી પ્રારંભીને ઘટતે) યોગ્ય સંયમ વિગેરે સદાચાર જાળવી, ઈન્દ્રિયના વિષયને ઉપભેગ કરવાનું હોય છે.
તે સિવાયના માત્ર અર્થ અને કામ જ કહી શકાય. તે પણ માર્ગાનુસાર રહિતપણે હોય છે. તથા ઉન્માર્ગાનુસારિપણેય હેઈ શકે છે.
(લોકેત્તર માર્ગાનુસારી વ્યવહારને અંગ રૂ૫ અર્થ અને કામ હેઈ શકે છે. તથા લૌકિક માર્ગાનુસારિ વ્યવહારના અંગ રૂપ પણ અર્થ અને કામ હોઈ શકે છે. ઉપરાંત, માર્ગાનુસારિ પણાથી રહિત અને ઉન્માર્ગાનુસાર વ્યવહારપણે પણ તે બન્નેય હોઈ શકે છે.)
માટે પાછળના બેને પુરુષાર્થ તરીકે કહી શકાય નહિ.
ન્યાય રહિત રાજ્યતંત્ર, તે નામ માત્ર રાજ્યતંત્ર કહી શકાય. પરંતુ ન્યાયયુક્ત રાજ્યતંત્ર હોય, તે રાજ્યતંત્રને જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ થાય છે.
તે સાર્થક રાજ્યતંત્ર ગણાય છે. બીજું રાજ્ય તંત્ર જ ગણી શકાય નહિ. એટલા જ માટે
ધર્મને અનુસરતા નીતિ, ન્યાય, પ્રાથમિક સદાચારથી યુક્ત-અનુક્રમે ધંધાઓનું તંત્ર, રાજકીય તંત્ર, કામ નિયંત્રક સામાજિકાદિ તંત્ર, એ જ હમેશાં, (સાંસારિક) સજજનેયે આદરવા યોગ્ય હોય છે. એથી જ–
ધર્મથી અનિયંત્રિત (અધામિક કે ધર્મના સંપ્રદાયથી નિરપેક્ષ સેકયુલર ગણાતા) આર્થિક, રાજકીય અને સામાજિક તંત્ર ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, એ ચારેય પુરુષાર્થના વિરોધી ગણી શકાય.
એ કારણે ધાર્મિક સજજનેએ તેને ઉપેક્ષા રાખવા ગ્ય અને અગ્રહણ કરવા યોગ્ય સમજવા જાઈએ.”
એ, સર્વના ધર્મ શાસ્ત્રોના ઉપદેશનું તત્ત્વ નક્કી થાય છે. અ–પુરુષાર્થ રૂપ અર્થ અને કામમાં– ૧. માર્ગાનુસારીપણુંયે ન હેય.