________________
[ ૧૬૩ ૨. અહિંસક સંસ્કૃતિના તત્વથી યુક્ત પણ ન હોય,
૩. તે સુવ્યવહાર રૂપ-સારા વ્યવહારરૂપ પણ–ન હોય, તેથી, તેમાં વ્યવહાર શુદ્ધિ ન હોય, અને તે ધર્મ મૂલક પણ ન હોય.
એટલે કે-તે ધર્મના પાયા ઉપર નથી હોતા, અથવા–ધર્મની વૃદ્ધિમાં કારણ ભૂત પણ નથી હોતા. બાધક હોય છે.]
શ્રી રત્નશેખરસૂરિ મહારાજ વિરચિત વ્યવહાર શુદ્ધિ-પ્રકાશ નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે હોય, તેને વ્યવહાર શુદ્ધિ અહિં સમજવી.
પરંતુ, માત્ર આજીવિકાની પ્રાપ્તિ માટે ધન મેળવવા રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી નહિ.
(એટલે કે–અહિં અર્થ પુરુષાર્થ રૂપ વ્યવહાર શુદ્ધિ સમજવી.)
જે અર્થ અને કામ ધર્મથી નિયંત્રિત હોય, તેને અર્થ પુરુષાર્થ અને કામપુરુષાર્થ કહી શકાય છે. તે સિવાયના જે હોય, એટલે કે ધર્મ પુરુષાર્થથી અનિયંત્રિત હોય, તે માત્ર અર્થ અને કામ જ કહી શકાય
પરંતુ તે બન્નેયને પુરુષાર્થપણે કહી શકાય નહીં.
અર્થ પુરુષાર્થ તે કહેવાય છે, કે-જે દરેક ધંધાવાર નક્કી થયેલી નીતિની સાથે જોડાયેલ હોય.
પ્રાથમિક સદાચાર યુક્ત ઇન્દ્રિયના વિષય ભોગવવાના હોય, તે માર્ગાનુસાર કામ-તે કામ પુરુષાર્થ.
તે સિવાય, જે માર્ગાનુસારી પણાથી રહિત હોય અથવા ઉન્માર્ગાનુસાર હેય, તે માત્ર અર્થ અને કામ જ કહેવાય છે. પરંતુ, અર્થ અને કામ પુરુષાર્થ કહેવાતા નથી.
ન્યાય રહિત રાજ્ય તે નામ માત્ર રાજ્યતંત્ર કહેવાય છે. ન્યાય યુક્ત રાજ્ય જ અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે છે. અને એ જ સાર્થક રાજ્યતંત્ર છે. બીજું કે રાજ્યતંત્ર અર્થ પુરુષાર્થમાં સમાવેશ પામે નહીં. ને સાર્થક નથી.
આ રીતે, વ્યવસ્થા હોવાથી ધર્મને અનુસરતી નીતિ, ન્યાય અને પ્રાથમિક સદાચાર હોય, તે ધંધાની વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને કામ ઉપર નિયંત્રણ રાખનારી સમાજ વ્યવસ્થા જ સજજન પુરુષોએ ઉપાદેય છે, આદરવા ગ્ય છે, તેને આશ્રયે ગૃહસ્થપણામાં ન છૂટકે જીવન ચલાવવા યોગ્ય છે.
એટલે કે–સેક્યુલર તરીકે વિખ્યાત આર્થિક, રાજકીય અને સામાજીક તો સદુ-ધર્મ, અર્થ, અને કામ પુરુષાર્થના તથા મેક્ષના વિરોધી હોય છે.
આ કારણે-ધાર્મિક સજજનોએ તેની ઉપેક્ષા કરવી પડે. અને તેને સ્વીકાર એગ્ય નહીં ગણુ જોઈએ. એ પ્રમાણે સર્વ ધર્મ શાસ્ત્રોના ઉપદેશનું તવ સાબિત થાય છે.