Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 430
________________ ૧૮૦] વિધિ” શબ્દથી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા તીર્થને-શાસન સંસ્થાના પણ વિધિવિધાન છે, એમ પણ સમજી લેવું જ જોઈએ. (તે પણ પ્રભુની આજ્ઞા અનુસારે હેય.) શ્રી તીર્થંકર પ્રભુએ બતાવેલી જીવન સિદ્ધાન્ત અને ધરણેને જુનવાણી, રૂઢિવાદી, વહેમો વિગેરે કહીને તેને દૂર રાખી, આજે બીજી રીતે જ જીવન ધરણે વિગેરે અપનાવવાથી, ધાર્મિક સામાજિક તથા રાજકીય તરફ મન દેરાયા વિના રહેવાનું જ નથી. પરિણામે મહાવિનાશનું શરણ અવશ્ય બની રહેતું હોય છે. (૧૧) ધર્મ મંગળરૂપ ક્યારે ? જૈન શાસન ગ્યતા પ્રમાણે છે વધતે અંશે સર્વના જ કલ્યાણનું કારણ છે. સર્વ ધર્મો સર્વમાન સર્વપ્રાણીઓના કલ્યાણનું અવશ્ય કારણ છે. ધમ પિતે મંગળ રૂપ છે. પરંતુ તેમાં મંગળપણું તે જૈન શાસનને લીધે જ આવતું હોય છે. તેથી સર્વધર્મોને જગતનાં ટકી રહેવામાં તે મુખ્ય કારણભૂત છે, ને સર્વના કલ્યાણનું કારણ રૂપ થાય છે. શાસન નિરપેક્ષ શાસન આજ્ઞા રહિત કરો તે ધર્મ પણ મંગળરૂપ ન હોય, શાસન નિરપેક્ષ થતા ધર્મથી બહારથી ધર્મ દેખાતો હોય, પરંતુ બહુ તે તે સ્વરૂપ ધર્મ સંભવી શકે, પરંતુ સાનુબંધ ધર્મ બની ન શકે. અને કેટલીક વાર તે અધમ રૂપે વિરાધના રૂપ પણ પરિણમે એવા પણ શાસ્ત્રકાર મહારાજાઓના વચને છે. આ મૂળ બાબતે ખાસ સમજવા જેવી છે. જે નીચેના લેકમાં સ્પષ્ટ રીતે બતાવેલ છેઃ " सर्व मंगल मांगल्यं, सर्व कल्याणकारणं । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनं ॥" ભાવાર્થ :–“સર્વ મંગલમાં મંગલપણું રૂપ જૈનશાસન વિજય પામે છે, કે જે સર્વના સર્વ કલ્યાણના કારણભૂત છે, અને સર્વ ધર્મશાસ્ત્રોમાં મુખ્ય શાસન રૂપ છે.”

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432