________________
૧૦૩
ગાથા ૫૦. પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર
(છત વ્યવહાર પણ શાસ્ત્રને આધાર લઈને આવું-પાછું કરીને એટલે કે ઓછીવત્તા ફેરફાર સાથે ગીતાર્થ પુરુષોએ કરેલી મર્યાદા રૂપ હોય છે. જેમ પયુંષણે મહા પર્વની ચોથ વિગેરે. એમ કરવાનો હેતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞા તુટવાનો ભય રોકવા માટે હોય છે. એટલે છત વ્યવહાર પણ આજ્ઞાના પાલનનું સાધન છે, અને તેમાં શાસ્ત્રો અને તેના આશયને આધાર લેવાતું હોય છે, અને તેની મર્યાદા ગીતાર્થ પુરુષો નકકી કરી શકે છે.)
૧૪ આ વિષયમાં પવિંશજલ્પમાંથી વિશેષ સમજી લેવું.
અહીં તો આ દિશા માત્ર જણાવેલ છે. * અહિં વિશેષ એ સમજવાનું છે, કે–પાસસ્થા વિગેરે પણ ગીતાર્થની પાસે જ આલોચના કરવી. પરંતુ ગીતાર્થ ન હોય તેવા વૈરાગી-સંવિગ્ન-મુનિ આગળ પણ અલેચના ન કરવી. કહેવામાં આવ્યું છે કે
–ો જ વિ નાગર સોદિં વરસ, રે T-S , I तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे. ॥ ॥
“અ-ગીતાર્થ ચારિત્રની શુદ્ધિને સમજતા નથી. તેથી ઓછું-વતું (પ્રાયશ્ચિત્ત) આપી દે, તેથી તે પોતાને અને આલોચકને સંસારમાં પાડે છે.”
એટલા જ માટે “ગીતાર્થ મળવામાં મુશ્કેલી હોય, અને ન મળી શકે, તે– કાળથી બાર વર્ષ, અને
ક્ષેત્રથી સાતસો જન સુધી, તેની એટલે કે ગીતાર્થની શોધ કરવી.” એમ આગમમાં સાંભળવામાં આવે છે. # આમ હોવાથી આલોચના કરવાના ભાવ રાખનાર આરાધક બની રહે છે. કેમ કે-(ભાવ રાખનાર હોવાથી તે). શલ્ય રહીત હોય છે.
કહ્યું છે, કેआलोयणा-परिणओ सम्म संपाढओ गुरु-सगासे, । जइ अन्तराऽवि कालं करिज, आराहओ तहऽवि. ॥ ॥
આલોચના કરવાના પરિણામવાળો આત્મા ગુરુ પાસે આલેચના કરવા માટે જ હોય, તેવામાં કદાચ વચ્ચે કાળ ધર્મ પણ પામી જાય, તે પણ તે આરાધક છે.”
એટલા જ માટે, શ્રી પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે, “પૂર્વવિશુદ્ધિ-સૂક્ષ્મ