________________
૧૪૨ ]
સખાવત શબ્દથી જે વ્યવહાર કરાય છે, તેને માટે ધર્માદા શબ્દ પણ શી રીતે વારતવિક ગણાય? માટે, તે ભાવદાન પિષક દ્રવ્યદાન તો નથી, પરંતુ અપ્રધાન દ્રવ્ય દાન કહેવાય છે. જે ઉપાય નથી.
ઉપર જણાવેલા પાંચેય મુખ્ય દ્રવ્યમાં અને સાધારણમાં માત્ર સુપાત્ર ખાતાંઓને જ સમાવેશ છે. માત્ર પાંચમા ધર્મદ્રવ્યમાં અનુકંપા, અમારી (જીવદયા) ખાતાને પણ સ્થાન છે.
દા. ત. જ્ઞાનખાતું અને હાલની કેળવણીનું ખાતું તદ્દન જુદી જુદી અપેક્ષાઓ ધરાવે છે. બહારથી બન્નેય જ્ઞાનના ખાતાં જેવા દેખાય છે. પરંતુ જ્ઞાનખાતું ધર્મ પ્રધાન સંસ્કૃતિમાં પણ ધર્મને લગતા જ્ઞાનમાં પણ વપરાતું નથી. તેમાં પણ જેને જૈન ધર્મમાં શ્રુતજ્ઞાન કે સમ્યજ્ઞાન કહેવામાં આવે છે, તેને પોષક જે ખાતું હોય, તે ખાતું જ્ઞાનખાતું, તે જ્ઞાનક્ષેત્ર કહેવાય છે.
ત્યારે કેળવણી, ધર્મ પ્રધાન સંસ્કૃતિનું જ્ઞાન દૂર કરાવી, જીવનમાં ભૌતિક પ્રગતિને અનુકુળ જ્ઞાન એટલે બધ-અનુભવ-(નોલેજ ) અને તે પ્રમાણે અમલીકરણના જ્ઞાન (પ્રેકટીકલ નોલેજ )ને કહેવામાં આવે છે. તે સર્વને કેળવણીમાં સમાવેશ કરવામાં આવે છે. જ્ઞાન અને કેળવણી એ વચ્ચે કેટલું બધું અંતર છે ? આકાશ અને પાતાળ જેટલું, મેરુ અને સર્ષ જેટલું અંતર છે.
ઘણી વખત, આ જાતની કેળવણીમાં સીધી રીતે ન દેરવતાં આડકતરી રીતે તેમાં દેરવવા માટે, ધાર્મિક સ્વરૂપની શિક્ષાના નામને આગળ કરીને પરિણામે–અનુબંધ–હાલની કેળવણી તરફ દોરવવાનું લક્ષ્ય હોય, તો તે બહારથી ધાર્મિક સ્વરૂપનું દેખાતું જ્ઞાન પણ જ્ઞાનાભાસ બની જાય છે. જેમ “એક અશક્ત ઘરડો વાઘ ક્યાંકથી રૂદ્રાક્ષની માળા ધારણ કરીને પાણીના ખાબોચીયામાં બેસી, આવનાર મુસાફરને–“પોતે ભક્ત” હોવાનું જણાવી, બાજુમાં પડેલા સોનાના કંકણનું દાન લેવા લલચાવી, પોતાની તરફ આકર્ષ, કાદવમાં ખુચતાં મુસાફર ઉપર તરાપ મારીને, ઘણા દિવસની ભૂખનું દુઃખ દૂર કરતો હોય.” એ રીતે એવું દાન દાનાભાસ બની રહે છે.
આ ઉપરથી ધાર્મિક અને ધર્માદા એ બે જાતના દ્રવ્યો ભારતમાં અને ખાસ કરીને જૈન શાસનમાં જણાતા નથી. ગામડે, જ્ઞાતિના ફંડ વિ. સમૂહધન હોય છે, પરંતુ તે ધાર્મિક કે ધર્માદા નથી હોતા.
તેથી, આધુનિક પ્રગતિની પિષક સંસ્થાઓને ધર્માદા શબ્દ આપો, એ કેટલો બધો અનુચિત છે? તે પણ આપણે ભારતવાસીઓએ વિચારવા જેવું છે.
જૈન ધર્મ સિવાય વૈદિક વગેરે ધર્મોમાં -વાવ, કુવા, તળાવ, પરબ, સદાવ્રત, અન્નક્ષેત્ર વિ. બંધાવવાની આજ્ઞા છે. ગામડાં કે શહેરમાં દરેકને માટે પાણીના કુવા, તળાવ, વાવ વિગેરે બંધાવાય છે. તેમાં ગામ કે શહેરના સદ્ગહરથ તરીકે જૈનધર્મ પાળનાર શ્રીમંત કદાચ વધારે ધન આપે, એ તો સાંસારિક જીવનના સાધને મેળવવામાં ભાગીદાર તરીકે આપે છે. તે પણ ધાર્મિક કે ધર્માદા ન ગણાય. કેમ કે-ગામડાના કે શહેરના બીજા નાગરિકે ધાર્મિક કે ધર્માદા ધનને ઉપયોગ ન કરે, સત્કાર બુદ્ધિથી, સહભાગીદારીની બુદ્ધિથી આપે, તેને માટે ગામ કે શહેરમાં સહભાગીદાર તરીકે ઓછું કે વધતું ધન આપે, તે ધાર્મિક કે ધર્માદાની કક્ષામાં ન ગણાય.