________________
૧૪૧ વપરાય, એ જ પ્રમાણે-ધદ્રવ્ય તરીકેની એક સર્વ સામાન્ય નિશ્રા હોય છે, જે વાપરતી વખતે, જે ધાર્મિક કાર્યમાં વાપરવું હોય, તેમાં વાપરવામાં આવે. તે ધર્મ દ્રવ્ય તરીકેની નિશ્રાનું દ્રવ્ય ગણાય છે.
પાંચના-સાતના–બારના પેટા ભેદે ઘણા હોય છે.
આ રીતે, જુદી જુદી માનસિક અપેક્ષાએ નય-ભેદની અપેક્ષાએ જુદાપણું છે.]
[એક વિશેષ વિચાર કરવાને એ પણ છે, કે–હાલમાં–ચેરીટેબલ–સખાવતી–ધર્માદા નામના દ્રવ્યનો નવો પ્રકાર ચાલુ કરવામાં આવેલ છે.
એટલે કે-બ્રિટીશના વખતથી સરકારી કાયદાઓમાં રીલીજીયસ અને ચેરીટેબલ એમ બે જાતની મિલ્કતોના ટ્રસ્ટ થાય છે. તેના ગુજરાતી ભાષામાં ભાષાન્તર “ધાર્મિક અને ધર્માદા” એમ ગુજરાતી શબ્દો વાપરવામાં આવેલા છે.
પરંતુ, વિચાર કરતાં આપણા શાસ્ત્રોમાં ધર્માદા દ્રવ્ય જુદું હોય, તેમ જણાતું નથી. જેને ધર્માદા દ્રવ્ય તરીકે ઓળખાવાય છે, તે પણ વાસ્તવિક રીતે ધાર્મિક દ્રવ્ય છે. તેથી તેને જુદું પાડેલ હોય, તેમ જણાતું નથી, મુખ્ય પાંચ ભેદમાં જે ધર્મ દ્રવ્ય ગણુવ્યું છે, તે ઉપરથી ધર્માદા દ્રવ્ય ઠરાવ્યું જણાય છે.
ભારતની પ્રજાના જવનમાંથી–સાંસ્કૃતિક જીવનધેરણ દૂર કરાવી હાલનું ભૌતિક પ્રાગતિક ગણાવાતું જીવન ધારણ દાખલ કરાવવા માટે એક મહાપરિવર્તનનો કાર્યક્રમ દુનિયાભરમાં બહારના બળાએ ફેલાવે છે, તેને લગતાં નવા નવા અનેક ક્ષેત્રે (ખાતાં) નીકળતા જાય છે. તેમાંના કેટલાક સુપાત્રનો ભાસ કરાવતા હોય છે, કેટલાક અનુકંપાનો ભાસ કરાવતા હોય છે, ખરી રીતે તે સુપાત્રમાં કે અનુકંપામાં ગણી શકાય તેમ ન હોય તેવા ખાતાં પણ દિવસે દિવસે વધતાં જાય છે. દા. ત. વસ્તી વધારો અટકાવવા ઓપરેશન કરાવનાર લોકોને પ્રોત્સાહન આપવા કઈ
સખાવત કરે, તો તેને ચેરી ટેબલમાં લેવામાં આવે, ગર્ભપાત કરાવવામાં–સખાવત ફંડ કઈ કરે, તો તે પણ ચેરીટેબલ–દાન કહેવડાયાય-વિગેરે વિગેરે.
ઉપરાંત, સંસ્કૃતિમાં સુપાત્રદાન–ઉચિત દાન-જ્ઞાન દાન-અભયદાન-કીર્તિદાન વગેરેને દાન ધર્મમાં સ્થાન છે. તેવા જ પ્રગતિને પોષણ આપનારા પણ સુપાત્રદાન, જ્ઞાનદાન, ઉચિતદાન, અભયદાન, કીર્તિદાન ઠરાવેલા હોય છે પરંતુ તે વાસ્તવિક રીતે દાનાભાસ હોય છે. ત. રવયંસેવકને અંગત ખર્ચ માટે આપવું વિગેરે સુપાત્રમાં ગણે, ભૌતિકવાદની હાલની કેળવણમાં આપવું, તેને જ્ઞાન દાન ગણે. મરઘા, બતકાને સારી રીતે ઉછેરનારને મેડલ (ચાંદ) વિગેરે આપવાને ઉચિત્ત દાન ગણવાય.
કતલખાના ચલાવરાવી તેથી ઉત્પન્ન થતો માલ વેચી શેષણથી ગરીબ થયેલા લેકે માટે હુંડીયામણુ કમાઈ ગરીબ દેશ ભાઈઓને ધન આપવું, વિગેરેને અભય દાનમાં ગણવાય. ક્રિકેટ વિગેરેમાં સખાવત કરનારને માટે માનપત્ર વિગેરે-કીર્તિદાન ગણવાય.