________________
[ ૧૪૯ છે. એટલા માટે (૧) દેવ વિગેરે સંબંધિ-ઘર, કુંડ, ખેતર, વાડી, ગામ વિગેરેથી
મળતા ભાડા વિગેરે લઈ જે ધનમાં વધારે કરવામાં આવે. (૨) તથા–પિતાના ઘર, ખેતર, વાડી વિગેરે જે વિદ્યમાન હોય, તેને
શ્રી જિનમંદિરની નિશ્રામાં સેંપવા-મૂકવા, તે પણ યુક્તિપૂર્વક
[ વધારો] છે. (૩) તથા અપવાદે– દેવાદિકના દ્રવ્યમાં વધારો કરવા માટે–
તે (દેવાદિક)ની નિશ્રાએ નવાં ખેતર વિગેરે પેદા કરવા વિગેરે પણ ગ્ય છે.”
એમ સેનપ્રશ્નમાં છે. ૧. (૧) અંત સમયે પોતે મેળવેલા ધનને ઉપભોગ કરવા ઉપરાંત જે વધ્યું હોય, તેનાથી, (૨) પિતે મેળવેલા ધનમાંથી અમુક ભાગ આપવાનો સંકલ્પ કરીને, તેનાથી,
તથા (૩) દર વર્ષે ઐન્દી માળા કે બીજી કોઈ (ઉપધાન વિગેરેની) માળા પહેરવા વિગે
રેના ચડાવા વિગેરેથી, દરરોજભંડારમાં અથવા પહેલી પૂજા વિગેરેમાં યથાશક્તિ ધન આપવાથી
વધારે કરી શકાય છે. ૨. વિગેરે શબ્દથી “(૧) અન્ત સમયે
(અ) પોતે કમાયેલું ધન ભેગવ્યા પછી તેનો વધારે રહે, તેનાથી,
(મા) પોતે કમાયેલા ધનમાંથી અમુક ભાગને સંક૯પ કરી, તે આપવાથી, (૨) દરેક વર્ષે ઐન્દી માળા કે બીજી માળા પહેરવા નિમિતે ધન આપવાથી, (૩) દરરોજ-ભંડારમાં કે પહેલી પૂજા વિગેરેમાં શક્તિ પ્રમાણે ધન આપવાનું
ઠરાવવાથી, (૪) પ્રતિષ્ઠા, મહોત્સવ વિગેરે પ્રસંગે–સેના કે રૂપાના નાણાંથી પ્રભુની નવ અંગે
પૂજા કરવા દ્વારા, ઉત્સર્ગથી ઉપર જણાવેલા વિધિથી ધનમાં વધારો કરવો. એ નિર્દોષ વધારે છે. “એમ શ્રી શ્રાદ્ધ વિધિ અને પ્રતિષ્ઠા ક૫માં કહ્યું છે.” (છા૦)