Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 397
________________ [ ૧૪૭ આ ભેદ દ્વારમાં એ પણ સમજવાનું છે, કે દરેક મૂળભેદના પણ જુદા જુદા અનેક પેટા ખાતા (ક્ષેત્રે) હેાય છે. દા. ત. દેવભક્તિના દેવદ્રવ્યમાં આંગીખાતું, ધૂપખાતું, ફૂલખાતું, પ્રક્ષાલખાતું, ઉત્સવખાતું, દીપકખાતું, વરઘોડાખાતું, એવા નાના મોટા અનેક ખાતાં હોય છે. અને ભક્તિ કરનાર યથાશક્તિ જુદી જુદી રીતે ભક્તિ કરવા ઈચ્છા ધરાવતા હોય, તેથી જુદા જુદા ખાતાં હોઈ શકે છે. એમ દરેક મૂળભૂત વિષયમાં સમજવું. તેની શાસ્ત્રીય સૂચના-આ ૧૫ ભેદ બતાવવામાં આવી જાય છે. કયા પેટા ભેદ કયા મૂળભેદમાં સમાવેશ પામી શકે છે ? તે નિર્ણય સૂક્ષ્મ સમજથી કરવાનું રહે છે. અથવા આ વિષયના જાણકાર ગુરુમહારાજશ્રી પાસેથી નિર્ણય લેવાનો રહે છે. જેથી ભૂલ ન થાય. અને દોષપાત્ર ન થવાય. સંપાદક. ] બીજુ વૃદ્ધિદ્વાર ૧. અધિકારી પ્રકરણ (ગા) ૫ થી ૧૧ સુધી, સાથે વૃદ્ધિનું પણ) ગા. ૫-૬ (૧) [ વધારે કરવાના અધિકારીનું ] (૨) [ ધણિયં=અત્યંત] (૩) અહીં–કેટલાક ગુણ, કાર્ય-કારણને સંબંધ બતાવવા વૃત્તિકારશ્રીએ પાછળના અનુક્રમથી પણ બતાવેલા છે. ગા૦ ૭ ૧. શમ વિગેરે ગુણો માર્ગાનુસારી જીવને (આધ્યાત્મિક વિકાસના) બીજ રૂપે હોય છે. તીવ્ર મિથ્યાત્વે વિગેરે કર્મોને ક્ષપશમ થવાથી જે જીવ માર્ગને તત્વમાગને અનુસરવાનું કરે, તે માર્ગોનુસારપણું (?) એ વ્યાખ્યા શ્રી ઉપદેશપદ અને શ્રી લલિતવિસ્તરાના ટીપણુમાં કરેલી છે. (મે) ૩. બીજા ગ્રંથોમાંથી એમ જાણવા મળે છે, કે માર્ગાનુસારીપણું ઉત્કૃષ્ટપણે અધપુદ્ગલ પરાવર્તનમાં પ્રવર્તે છે, પરંતુ તે પ્રાચિક છે, જેમ કે-પાંચસો ધનુષ્યની અવગાહના ધરાવનારા મોક્ષ પામે છે. તેમાં, જે પ૨૫ ધનુષ્યની - ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (શ્રી મરુદેવામાતા વિગેરે) પણ કેઈક જ મોક્ષ પામતા હોય છે. માટે તે પણ પ્રાયિક વચન છે. ૪. ઉપદેશ આપવા વિગેરેથી જે વ્યક્તિ દોષ દૂર કરાવી શકાય તેવી નથી હોતી. ૫. [૧લ્મી અને ૨૦મી એ બે ગાથાઓમાં ]

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432