________________
૧૩૮ ] તેથી પણ શક્ય ન હોય, તે દેવ દ્રવ્ય વિગેરેમાંથી ખર્ચ કરાય. પરંતુ એગ્ય પ્રયત્ન કરીને જીર્ણોદ્ધાર કરવા-કરાવે. પરંતુ તેની ઉપેક્ષા ન કરાય. એ સાર સમજાય છે.
આ ધોરણ – દરેક ઘટતી બાબતોમાં કેમ ન ઘટાવી શકાય ? એય વિચારવા જેવું છે.
વ્યક્તિગત – પૂજા – ભક્તિ, ઉત્સવ વિગેરે કરાય છે, તેમ શ્રી સકળ સંઘ તરફથી પણ એ કરવાના હોય છે. તેમાં બે અપેક્ષા સમજી શકાય,–
૧. શ્રી સંધ સ્વભક્તિ નિમિત્તે આચરે, તે અપેક્ષા.
૨. બીજી – શ્રી સંઘને શ્રી જૈન શાસનના વહીવટની જવાબદારી અને જોખમદારી સંભાળવાની હોવાથી, તે અપેક્ષાએ, જે કાંઈ કરવું પડે, તે અપેક્ષા. એક, બે ઘર હોય, શક્તિ ન હોય, સાધારણાદિક દ્રવ્ય ન હોય, છતાં- શ્રી કુંપણું મહાપર્વ, વર્ષગાંઠ. વિગેરે દિવસોમાં જમે નહીં, પણ તે દિવસે સાચવવાના પ્રભુના આંગી, પૂજા, વિગેરે દેવદ્રવ્યમાંથી કરીને પણ તે દિવસ સાચવે, પૂજા માટેના ઉપકરણો આપી શકવાને ખરેખર અશક્ત હોય, તે દેવદ્રવ્યાદિકમાંથી વાપરીને પણ તે વિધિ સાચવી લે, તે તેવા સંજોગોમાં દેષ પાત્ર ન બને. એમ સમજાય છે. પરંતુ અંગત આત્મ લાભ લેવામાં તો શ્રી સંધ પણ દેવદ્રવ્યાદિકમાંથી કઈ અપેક્ષાએ વાપરી શકે? દા. ત. ગુરુ પધારતાં સંઘે કરેલા ઓચ્છવમાં દેવદ્રવ્ય વપરાય ?
અહીં, વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે બહારની યોજનાઓથી એક તરફથી ધન અને ધંધાનું શોષણ થતું હોય છે, અને બીજી તરફથી ક્ષણિક સમૃદ્ધિ વધારાતી હોય છે. પાછળથી જુદા જુદા વાદને આગળ કરીને- તે પણ ઘટાડી નાંખવાની હોય છે. આ જાતની પ્રજામાં વધતી જતી વિષમ થતી આર્થિક પરિસ્થિતિના સંજોગોમાં – શો રસ્તો લેવો.?
સસ્તુ તથા શક્ય હેવાથી આગળ ગામડાવાળાને પણ પહોંચી શકવાની શક્યતા હતી. આજે કેટલેક સ્થળે એ શક્યતા ઘટતી જાય છે. તે સ્થિતિમાં જે વ્યક્તિઓ તરફથી જરૂરી ખર્ચ માટે ધન ન મળે, સાધારણમાં પણ ન હોય, તો પ્રભુની ભક્તિના સાધનોને ખર્ચ દેવદ્રવ્યમાંથી, એમ જ શ્રુતજ્ઞાનની ભક્તિ-જ્ઞાન દ્રવ્યમાંથી કેમ ન થાય ? અને જો ન થાય, . તો તે વિના વંચિત રહેવું પડે, એવી પરિસ્થિતિ આવી જાય.
આ પરિસ્થિતિથી ઉપસ્થિત થતા પ્રશ્નો હાલ ખાસ વિચારવા જેવા તે છે જ.
પરંતુ, પ્રરૂપણું તો શુદ્ધ જ કરવી જરૂરી ગણાય. શુદ્ધ પ્રરૂપણને આધારે થોડુંક જ થાય, તો પણ ડાથી સંતોષ માનીને મર્યાદાનું તો રક્ષણ થવું જ જોઈએ. મર્યાદાને ભંગ થાય, તે તે અવસ્થા દેષ પ્રાપ્ત થાય. અને બીજા આજ્ઞા ભંગાદિક મહા દોષો પ્રાપ્ત થવાનો માર્ગ ખુલ્લે થઈ જવાનો ભય રહે જ છે.
તેથી મર્યાદાને એવી રીતે ભંગ ન થાય, કે જેથી બીજા ભય ઉત્પન્ન થાય, અને અમર્યાદિત રીતે માર્ગ ખુલ્લું થઈ જાય. તેમ છતાં, અનિવાર્ય સંજોગોમાં અપવાદપદે કેમ કરવું? તે વિગેરે જ્ઞાની ગીતાર્થ શાસન સાપેક્ષ પુરુષ એગ્ય નિર્ણત માર્ગ ફરમાવે, તેમ વર્તવું હિત કારક ગણાય. એમ સમજાય છે.
જેમ દ્રવ્યાનુયેગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુગ, એ ચારેય, સુવ્યવસ્થિત અને પદ્ધતિસર છે. તેમાં ક્યાંય કલ્પના ચાલી શકતી નથી. તેમજ આ પાંચ દ્રવ્ય વિચાર પણ છે. જેમાં સમગ્ર જૈન શાસન એક યા બીજી રીતે સમાવેશ પામે છે, એટલી તેની વિશાળતા છે.