________________
[ ૧૩૭ કેમકે- જ્યારે સાધારણ શબ્દથી– પ્રથમના ત્રણ ક્ષેત્રો અને તેના પેટાદે લેવાથી, તે દ્રવ્યના સાત સરખા ભાગ પાડવામાં આવે, તે જ દરેક ક્ષેત્રને પોતપોતાને ભાગ મળી શકે. તો દેવ દ્રવ્યમાં આવેલો ભાગ એટલે કે ઉપર ઉપરના ક્ષેત્રના ભાગ નીચે નીચેના ક્ષેત્રોમાં તો વાપરી શકાતા નથી. નીચેના ક્ષેત્રના ભાગ ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય છે. તે “સીદાતા ક્ષેત્રમાં વાપરવાથી વિશેષ લાભ છે.” એમ જે કહ્યું છે, તે સંગત શી રીતે કરવું? સદાતું ક્ષેત્ર એટલે-જે ક્ષેત્ર માટે ધન ન હોય, પરંતુ તેમાં ખર્ચ કરવાની ખાસ જરૂર હોય, તો સાધારણના સાતેય ભાગનું દ્રવ્ય કોઈ પણ એક સીદાતા ક્ષેત્રમાં ? કે જેમાં ખાસ જરૂર હોય તેમાં, તેના ભાગનું જવાપરી શકાય ? આ ખાસ પ્રશ્ન થાય છે. તેથી દેવદ્રવ્યના ભાગમાં આવેલ દ્રવ્ય, જ્ઞાનાદિક બાકીને ઉતરતી કક્ષાના કોઈ પણ સીદાતાક્ષેત્રમાં વાપરી શકાય ? આ પ્રશ્ન થાય છે. તેનું સામાન્ય સમજથી સમાધાન એમ સમજાય છે, કે “ નીચે નીચેના ક્ષેત્રનું ધન ઉપર ઉપર ના ખપે તે સીદાતાક્ષેત્રમાં વાપરી શકાય. એટલે કે– દેવ ક્ષેત્રમાં જ્ઞાનાદિકના ધન, જ્ઞાનમાં સાધ્વાદિક ક્ષેત્રના ધન, એમ સાધુ ક્ષેત્રમાં પછીનાના પણું. એમ દરેકમાં સમજાય.
પરંતુ, આ સમાધાન બરાબર છે ? કે કેમ ? તે જ્ઞાની પૂજ્ય પુરુષોએ વિચારીને ગ્ય રીતે સમજાવાય, તો ઘણી ગેર સમજ દૂર થાય, અને સાચી હોય તે સમજ પ્રાપ્ત થાય.
1 ચાલુ રીત પ્રમાણે સાત ક્ષેત્રને નામે અપાય, તો તે સાતમાં વહેંચવામાં આવે છે, અને નીચે નીચેનું ઉપર લઈ જવાય, પરંતુ ઉપર ઉપરનું નીચે લઈ જવાતું નથી.
પરંતુ જે સાધારણમાં અપાય છે, તો ગમે તે સીદાતા ક્ષેત્રમાં વાપરવાનું ચાલે છે.
પરંતુ “સાતક્ષેત્ર” કહેવાય કે “સાધારણુ” કહેવાય, ખરી રીતે, બન્નેય એક જ છે. શબ્દ ભેદ શિવાય બીજું શું છે?
સાત ક્ષેત્ર શિવાય- સાધારણ- ક્ષેત્ર કેવી રીતે છે? આ પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે આપવામાં ગુંચવણ થાય તેમ છે. કેમકે–સાતમાં સાધારણનો ઉલ્લેખ નથી, તો શું તે આઠમું દ્રવ્ય આવ્યું ? આ પ્રશ્ન મનમાં ઉઠશે. પરંતુ પાંચ દ્રવ્યમાંના ૪ થા સાધારણું દ્રવ્ય વાપરવાના ઉપર જણાવ્યા તે ૭ ક્ષેત્ર છે. તેનાથી કંઈ જુદું નથી. રૂપિયો કહો કે ૪ પાવલી કહે કે, ૧૦૦, પૈસા કહે. એક જ નાણું છે. આ બાબત શાસ્ત્રાનુકૂળ સ્પષ્ટ આદેશ થવો જોઈએ.
સાંવત્સરિક પારણું, પ્રતિક્રમણ કરનારા, પોષાતી, ચોથું વ્રત ધારી, ઉપધાન, તથા બીજા અનેક ધાર્મિક બાબતોના પોષણ માટે ધન ખર્ચાય, તે શ્રાવકપણુ-શ્રાવિકાપણાના ગુણના પષણમાં ખર્ચાય, તેથી ગુણ વગરની બાબતમાં ન ખર્ચાય. એ મર્યાદા પણ તરી આવે છે.
કર્મચાર-પુણ્યસારની કથામાં–પોતે જ આપેલા સાધારણ દ્રવ્ય, પોતે શ્રાવક છતાં પોતાના અંગત કામમાં વાપરવાથી દેષ બતાવેલ છે. (ગા. ૬૭ મી)
આ ઉપરથી – શ્રી સંવેગ રંગ શાળામાં જણાવ્યા પ્રમાણે એમ સમજાય છે, કે“જિર્ણોદ્ધારાદિકમાં પણ જ્યાં સુધી તે ગામના ઋદ્ધિમંત શ્રાવકે તરફથી, કે આજુબાજુના કે બહારથી ધન આવે, તેનાથી જીર્ણોદ્ધાર કરે-કરાવવો. (બનતાં સુધી તે મુખ્યપણે પોતાના ધનથી કરવો.) સાધારણમાંથી પણ ખર્ચ ન કરવો. એટલે દેવ દ્રવ્યાદિકમાંથી તો ખર્ચ કરવાની વાત જ શી ? ઋદ્ધિમંતો પાસેથી ધન આવવું શક્ય ન હોય, તો સાધારણમાંથી લઈ કરવો,