________________
૬૪
૪. શુદ્ધાર [ ગાથા ૨૩-૨૪. લાકાત્તર ફળ.
ચારી કરી. એ રીતે, એ જેના ધરમાં રહે, તેના ધરમાં ચાર, અગ્નિ વગેરેના ઉપદ્રવા થયા કરે છે.
ત્યાંથી તામ્રલિપ્તિ (તામીલ) નગરીમાં જઈ તે વિનયધર નામના શેઠના ધરમાં રહ્યો.
ત્યાંથી પણ કાઢી મૂકવાથી સમુદ્ર રસ્તે ધનાવહુ નામના વહાણવટી સાથે બહારના કાઈ દ્વીપમાં ગયા. અનુક્રમે–ત્યાંથી પાછા વળતાં વહાણ ભાંગ્યું. છતાં પણ પાટીયું હાથમાં આવી જવાથી, નિપુછ્યા જેમ તેમ કરીને દરિયાકાંઠે પહોંચ્યા. અને ત્યાંના ગામડાના નાયકને આશરે રહ્યો.
k
ત્યાં કાઇ એક દિવસે ધાડ પડી, તે ઠાકારને જ મારી નાંખ્યા. ઠાકારના દિકરા ’’ સમજીને નિપુણ્યાને પેાતાની પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે ખીજા પક્ષી પતિએ તે જ પલ્લીના વિનાશ કર્યાં. ત્યાર પછી તેઓએ પણ દુર્ભાગી છે” એમ સમજી કાઢી મૂકયો.
66
એ રીતે, ચારના ઉપદ્રવ, પાણીના ઉપદ્રવ, અગ્નિના ઉપદ્રવ, પેાતાના અને સામાના પક્ષના ઉપદ્રવ વિગેરે અનેક ઉપદ્રવેા થવાથી કાઢી મૂકવા વિગેરેથી નવસે` નવાણું જુદે જુદે ઠેકાણે મહાદુ:ખ પામ્યા.
એક વખત મોટા જંગલમાં પરચો ધરાવતા રોલક યક્ષના મંદિરમાં પહેોંચ્યા, અને પેાતાના દુઃખા ગાતાં–ગાતાં તેની એકાગ્રપણે આરાધના કરી, જેથી એકવીશ ઉપવાસ થયા બાદ યક્ષ પ્રસન્ન થયા, અને મેક્લ્યા,—
૧૧
“ અરે ભદ્ર ! સાંજે મારી આગળ સેાનાના ચાંલ્લાના પીંછાંથી શાલતા એક મેટા માર નાચ કરે છે. અને રાજ તેનાં પીંછાં પડી જાય, તે તારે એકઠાં કરી લેવાં. ”
તેણે ખુશી થઈ તે કેટલાક પીંછાં એકઠા કર્યાં, એમ રાજ પીંછાં લેવાથી, નવસા પીંછા મળ્યા. સા પીંછાં બાકી રહ્યા, ત્યારે, પાપના ઉદયથી તેણે વિચાર કર્યાં, કે “ આ પીંછાં લેવા માટે કેટલા દિવસ સુધી આ જંગલમાં રાકાઈ રહેવું ? માટે સારું' તા એ છે કે, એક જ મૂઠ્ઠીના આંચકાથી બધાં લઈ લઉ. એમ વિચાર કરી, તે દિવસે નાચતા મારના પીંછાં મૂડીના એક જ આંચકાથી ખેંચી લેવા જાય છે, તેવામાં, મેાર કાગડા થઈને ઉડી ગયા.
37
તે પહેલાંના એકઠાં કરેલાં પીછાં પણ રહ્યાં નહીં. “ ધિક્કાર છે મને કે–મે ખાટી ઉતાવળ કરી.” એમ પસ્તાવેા કર્યાં, અને આમ તેમ ફરતાં ફરતાં જ્ઞાની મુનિ મહારાજશ્રીને જોયા. નમસ્કાર કરી, પેાતાના કર્માનું સ્વરૂપ પૂછ્યું.
જ્ઞાની મહાત્માએ પણુ પૂર્વ ભવમાં તેણે જે અનુભવ્યું હતું, તે બધું સ્વરૂપે કહ્યું. પછી તેણે દેવદ્રવ્યથી આજીવિકા ચલાવ્યાના દોષનું પ્રાયશ્ચિત્ત માંગ્યું,—
મુનિ મહાત્માએ કહ્યું કે-“ વાપર્યાં કરતાં વધારે દેવને આપવું. ”
પછી તેણે “ દેવ દ્રવ્યમાં હજારગણું અપાય ત્યાં સુધીમાં પેાતાના નિર્વાહમાં માત્ર જરૂરી વસ્ત્ર, આહાર વિગેરે કરતાં ઘેાડું પણ વધારે ન લેવું. ” એ પ્રમાણે નિયમ લીધા.
તે વાર પછી જે જે વેપાર કરે છે, તેમાં તેને ધણું ધન પેદા થાય છે. એ રીતે થાડાક વિસેામાં પૂર્વ ભવમાં વાપરેલા હાર કાંકણીને ખલે દશ લાખ કાંકણી દેવ-દ્રવ્યમાં